અમેરિકામાં એક જ દિવસમાં 16,000 લોકો બન્યા કોરોનાના શિકાર!

Global coronavirus cases surge over 46 lakh

કોરોના વાઈરસના ચેપના મામલે અમેરિકાએ ચીનને પાછળ છોડી દીધું છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાના 16,000 જેટલા કેસ સામે આવ્યા છે અને કુલ આંકડો 85,000 પર પહોંચી ગયો છે. ત્રણ મોટા દેશોની તુલના કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સમાં – 85,088, ચીન – 81,285 અને ઇટાલીમાં 80,589 કેસ છે.

આ પણ વાંચો: કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા સમયમાં આવે છે રિપોર્ટ? જુઓ VIDEO

એક અઠવાડિયા પહેલા યુ.એસ. માં ફક્ત 8,000 કેસ હતા, જે આજે 85,088 પર પહોંચી ગયા છે. એક અઠવાડિયામાં 10 ગણો વધ્યો છે. યુ.એસ.માં છેલ્લા 24 કલાકમાં 263 લોકોનાં મોત નીપજ્યાં છે, જે યુ.એસ.માં કોરોનાથી એક દિવસમાં થયેલાં મોતની સૌથી વધુ સંખ્યા છે. કોરોનાથી કુલ 1,290 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે આશરે 2 હજાર લોકોની હાલત ગંભીર છે.

READ  VIDEO: સુરતમાં કંપનીના પૂર્વ કર્મચારીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કંપની પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માગી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોરોનાથી ચીનમાં અત્યાર સુધીમાં 3,287 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ઇટાલીમાં અત્યાર સુધીમાં 8215 લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકામાં પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા ચીન કરતા વધારે છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીનમાં આ નંબર શું છે તે કોઈને ખબર નથી. હું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરીશ.

READ  વડોદરામાં ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેક્ટરે જાહેર કર્યું એલર્ટ, લોકોને સાવધાન રહેવા કરી અપીલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments