ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ‘સર્વોચ્ચ નેતા’ અયાતુલ્લાહ ખમનેઈને સતર્ક રહેવાની આપી ચેતવણી

us iran tension donald trump warns supreme leader khamenei donald trump iran na supreme leader khamenei ne satrak rehvani aapi chetavni

અમેરિકા અને ઈરાનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખમનેઈ પર પલટવાર કરતા તેમને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. અયાતુલ્લાહ ખમનેઈ સતત ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરતા રહ્યા છે.

Image result for trump"

 

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું કે ઈરાનના કથિત ‘સર્વોચ્ચ નેતા’ જે હવે સર્વોચ્ચ નથી રહ્યા, તેમને અમેરિકા અને યૂરોપ વિશે ઘણી ખરાબ વાતો કહી છે. તેમની અર્થવ્યવસ્થા તુટી રહી છે, તેમના લોકો સંકટમાં છે. તેમને તેમના શબ્દોને લઈ ખુબ સતર્ક રહેવું જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ખેડા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી વિરૂદ્ધ સરપંચોનો મોરચો, ગાર્ગી જૈનની બદલીની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ટ્રમ્પે આ જવાબ ખમનેઈના તે ભાષણ પછી આપ્યો છે. જેમાં ખમનેઈએ યૂક્રેનનું વિમાન ભૂલથી તોડી પાડવા બદલ તેમની સેનાનો બચાવ કર્યો હતો. એટલુ જ નહીં ખમનેઈએ ડોનાલ્ડ ટ્રમ્પ પર કડક નિવેદન પણ કર્યા હતા. ખમનેઈએ ઈરાનની રાજધાની તેહરાનમાં નમાજ પછી ઈરાની સેનાનો બચાવ કરતા તેમના માટે સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો.

READ  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી આગ્રા જવા રવાના


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

લોકોને સંબોધિત કરતા ખમનેઈએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને શેતાનની સરકાર ગણાવી અને ટ્રમ્પને જોકર ગણાવ્યા હતા. તેમને આ વાતને લઈ ખોટું બોલવાનો પણ આરોપ લગાવ્યો કે અમેરિકા ઈરાની જનતાની સાથે છે. તમને જણાવી દઈએ કે અમેરિકા અને ઈરાનમાં તણાવ ત્યારે શરૂ થયો, જ્યારે અમેરિકી સેનાએ ઈરાનની સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની પર બગદાદ એરપોર્ટની બહાર એક ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો. જેમાં તેમનું મૃત્યુ થયું હતું.

READ  જાણો વર્ષમાં કેટલી વખત આવે છે નવરાત્રીનો તહેવાર? વાંચો રોચક ઈતિહાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

2 booked and 10 detained for violating lockdown rules in Ahmedabad

FB Comments