અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવ, ભારતીય અર્થવ્યવસ્થા માટે ડબલ ટેન્શન

us iran tension pushing up crude oil price double challenge for indian economy america ane iran ni vache tanav indian economy mate double tension

અમેરિકી એર સ્ટ્રાઈક પછી ઈરાનના વધતાં ટેન્શનની વચ્ચે કાચા તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 3 ડૉલર પ્રતિ બેરલ સુધી ઉછળ્યો છે. શુક્રવારે કારોબાર દરમિયાન તે 70 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો અને 68.76 ડૉલર પ્રતિ બેરલ પર બંધ થયો. આ સમાચાર સામે આવ્યા પછી રૂપિયો ડૉલરના મુકાબલે 44 પૈસા કમજોર થઈને 71.81 પ્રતિ ડૉલર પર બંધ થયો. કાચા તેલની કિંમતમાં ઉછાળાથી આર્થિક સુસ્તીનો સામનો કરી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા માટે ટેન્શન વધી શકે છે.

Image result for indian economy

મિડલ ઈસ્ટ એશિયામાં ટેન્શન વધવું ભારત માટે મોટી મુશ્કેલી છે. પહેલા તેલનો ભાવ વધી જશે અને બીજુ તેલનો પુરવઠો વિક્ષેપિત થશે, ત્યારે આ બેઘણી ઝડપથી મોંઘુ થવા લાગશે. મોંઘા તેલના કારણે ઘરેલુ બજેટ પર તેની અસર થશે અને લોકો અન્ય પ્રકારના ખર્ચ પર કંટ્રોલ કરવા લાગશે. ભારતીય અર્થવ્યવસ્થા ખર્ચમાં કટોકટીની સમસ્યાથી પહેલેથી ઝઝુમી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કાશ્મીરથી આવી 29 વર્ષ પછી સૌથી સારી ખબર, શરૂ થઈ ગઈ કાશ્મીરી પંડિતોની 'કાશ્મીર વાપસી'

ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા તેલ આયાત કરે છે. 70 ટકા તેલની આયાત OPEC દેશોથી થાય છે. સાથે જ કુલ આયાતનો બે તૃતીયાંશ ભાગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી થાય છે. વૈશ્વિક ટેન્શન વધવાના કારણે જો તેલની આયાત વિક્ષેપિત થાય છે તો તેલ મોંઘુ થઈ જશે જેની વ્યાપક અસર થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોરોના વાઈરસનો ઈલાજ આ દેશમાં શોધાયો, 48 કલાકમાં દર્દીઓના ઠીક થવાનો દાવો

 

 

OPEC દેશોમાં સૌથી વધારે તેલનું ઉત્પાદન ઈરાક કરે છે અને તે દરરોજ 4.7 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે. સાઉદી અરબ, કુવૈત અને ઈરાન મળીને દરરોજ 15 મિલિયન તેલનું ઉત્પાદન કરે છે. મુશ્કેલી એ છે કે સમગ્ર વિશ્વમાં તેલની સપ્લાઈનો મુખ્ય રસ્તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે અને ઈરાન વારંવાર ધમકી આપે છે કે જો યુદ્ધની સ્થિતી બનશે તો તે આ રસ્તાથી સપ્લાઈ બંધ કરી દેશે.

READ  ટ્રંપે ભારતમાં પ્રદૂષણની સમસ્યાને લઈને દાખવી નારાજી, જાણો શું કહ્યું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Top 9 Gujarat News Of The Day : 31-03-2020 | Tv9GujaratiNews

FB Comments