ડોનાલ્ડ ટ્રંપે આ દેશને આપી ધમકી, કહ્યું કે ‘જો લડાઈ થઈ તો અમેરિકા તબાહી મચાવી નાખશે’

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. અમેરિકાએ ઈરાનની સામે ફરીથી કડક વલણ દાખવીને ધમકી આપી છે જેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજનીતિ ગરમાઈ ગયી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપે રવિવારના રોજ ટ્વિટ કરીને લખ્યું કે જો ઈરાન લડાઈ લડવા માગે છે તો તેનો આધિકારીક રીતે અંત થઈ જશે. ભવિષ્યમાં અમેરિકાને ક્યારેય પણ ધમકી ન આપે. વોશિગ્ટન અને તહેરાન વચ્ચે તણાવ હવે ચરમસીમાએ છે અને બંને તરફથી યુદ્ધને લઈને ધમકીઓ મળી રહી છે.

READ  જો અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ રહ્યો તો આ વસ્તુઓની આયાત નિકાસ જશે અટકી!

અમેરિકાએ પોતાના બોમ્બર બી-52ને ઈરાનની સામે ખાડીમાં તૈયાર રાખ્યા છે તો ઈરાનને પણ કહી દીધું છે કે કોઈ યુદ્ધ નહીં થાય ના તો અમે કોઈ લડાઈ ઈચ્છીએ અને ના તો કોઈએ એવા ભ્રમમાં રહેવું જોઈએ આ ક્ષેત્રમાં તેઓ ઈરાનનો સામનો કરી શકે. આમ ઈરાને પણ આડકતરી રીતે પોતાના બચાવમાં ધમકી આપી દીધી છે.

READ  સુરતના વેપારીને ચાલુ ગરબામાં માતાજીની આરાધના કરતાં કરતાં આવ્યું મોત, જુઓ VIDEO

આ પણ વાંચો:

જ્યારે ઓબામા સત્તામાં હતા ત્યારે ઈરાનની સાથે પી5+1 દેશો સાથે એક ન્યુક્લિયર ડીલ પર એક સહમતિ સધાઈ હતી અને હવે ડોનાલ્ડ ટ્રંપની સરકારમાં અમેરિકાએ આ ડીલથી પોતાના છેડો ફાડી લીધો છે. આ તણાવનું કારણ છે જેના લીધે બંને દેશો એકબીજાને ધમકી આપી રહ્યાં છે. આમ અમેરિકાના આ ન્યુક્લિયર ડીલથી હટી જવાના લીધે અને પ્રતિબંધ લગાવવાને કારણે ઈરાન અમેરિકા વચ્ચે ઠંડા યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

 

READ  ઈરાન અને અમેરિકાનું યુદ્ધ થાય તો ભારતની માથે છે આ 5 મોટા ખતરા, વાંચો વિગત

ઈરાનની ધમકીને લઈને અમેરિકાના રાજનીતિકોએ કહ્યું હતું કે ફારસની ખાડી પરથી પસાર થનારા તમામ કોર્મેશિયલ વિમાનોને જોખમનો સામનો કરવો પડી શકે છે. આ તારણ ઈરાનના નિવેદનના આધારે કહેવાયું જેમાં ઈરાને કહ્યું હતું કે અમેરિકા વિમાનોને સરળતાથી નિશાનો બનાવી શકાય છે.

 

Oops, something went wrong.
FB Comments