જો અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ રહ્યો તો આ વસ્તુઓની આયાત નિકાસ જશે અટકી!

us-iran-tensions-will-impact-indias-exports

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવની સ્થિતિ છે અને તેને લઈને આતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ઈરાકના બગદાદ એરપોર્ટની બહાર એમક્યુ 9 ડ્રોનથી મિસાઈલ દાગીને ઈરાની કમાંડર જનરલ કાસિમ સુલેમાનીને નિશાન બનાવ્યા. આ હુમલો સીધી જ રીતે ઈરાની સેના પર અમેરિકાએ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમેરિકી સેનાએ ડ્રોન વડે કમાંડર કાસિમ સુલેમાનીની કારને નિશાન બનાવી

આ પણ વાંચો  :   બાળકોના મોત મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદનઃ ‘ઉહાપોહ કરવાની જરૂર નથી’

READ  પશ્ચિમ બંગાળ તરફ આવી રહ્યું છે બુલબુલ વાવાઝોડું, કોલકાત્તા એરપોર્ટ કરાયું બંધ

ઈરાનમાં બીજા સૌથી તાકાતવર વ્યક્તિ તરીકે સુલેમાની જાણીતા અને અમેરિકાએ તેને જ હવાઈ હુમલામાં ઠાર કર્યા. આ બાદ 4 જાન્યુઆરીના રોજ અમેરિકાના ઈરાક ખાતેના દૂતાવાસની નજીક રોકેટનો મારો ચલાવવામાં આવ્યો. ઈરાને કહ્યું કે તેઓ આ મોતનો બદલો લેશે. જો કે અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ઈરાન કોઈ હુમલો કરશે તો અમેરિકા તેના 52 ઠેકાણાઓને તબાહ કરી નાખશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

READ  VIDEO: અચાનક આખલો વિફર્યો અને લોકો પર કરી દીધો હુમલો, એકનું મોત

ભારત અને ઈરાન વચ્ચે આ વસ્તુઓનો થાય છે વ્યાપાર
ભારત અને ઈરાન વચ્ચે જોવા જઈએ તો ભારત ઈરાન પાસેથી મોટા પાયે કાચા તેલની આયાત કરે છે. આ સિવાય ખાતર અને રસાયણની આયાત પણ ભારત ઈરાન પાસેથી કરે છે. આ બાજુ ભારત પણ ઈરાનને અનાજ, ચા, કોફી, બાસમતી ચોખા, મસાલા અને ઓર્ગેનિક કેમિકલની નિકાસ કરે છે. આમ ભારત અને ઈરાન વચ્ચે વેપાર અરબો રુપિયામાં થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  પાકિસ્તાનમાં આ હિંદુ ધર્મસ્થળના દર્શન માટે ભારતીયોને મળશે એન્ટ્રી, પ્રતિદિવસ 5 હજાર લોકોના ઈમિગ્રેશનની વ્યવસ્થા

જો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધે તો ભારત સાથેના વેપાર પર અસર પડી શકે છે. આ બાબતે ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગનાઈઝેશને ચિંતા પણ વ્યક્ત કરી છે. હાલ કોઈ વેપાર પર અસર પડી નથી પણ જો આ તણાવ વધશે તો વેપારમાં અસર પડી શકે છે.

 

 

Duty first! This police jawan sees his newly born child on a video call- Surat| TV9News

FB Comments