ચીન બાદ ભારત સાથે ટ્રેડ વોરની શરૂઆત કરી રહ્યાં છે ટ્રમ્પ, ઝીરો ટેરિફ સુવિધાનો અંત લાવતાં 2000 ભારતીય પ્રોડક્ટસને વેઠવું પડશે નુકસાન

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિને કારણે ભારતને મોટું નુકસાન કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તે ભારત સાથે 5.6 બિલિયન યુએસ ડોલરના ઇમ્પોર્ટ પર ઝીરો ટેરિફ સુવિધા ખતમ કરવા માંગે છે. અમેરિકા હવે ભારતને ડ્યૂટી ફ્રી એક્સેસ પોલીસીમાંથી બહાર કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાના આ પગલાંથી ભારતમાં 2000 જેટલા ઉત્પાદકોને નુકસાન સહન કરવું પડી શકે છે.

વર્ષ 1970માં અમેરિકાએ ભારતને આ પોલીસીમાં સામેલ કર્યું હતું. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ટ્રમ્પના આવા નિર્ણયથી સૌથી વધારે નુકસાન જ્વેલર્સને થઈ શકે છે. ભારત અમેરિકાને 560 કરોડ ડોલરની નિકાસ ઝીરો ટેરિફ પર કરે છે. આ ઉપરાંત વર્ષ 2017માં ભારત અને અમેરિકા વચ્ચે આશરે રૂ. 8,97,619 કરોડનો વેપાર થયો હતો.

આ પણ વાંચો : AIR STIKEથી જુસ્સામાં આવેલી મોદી સરકાર સામે ચૂંટણી પહેલા ટ્રમ્પ તરફથી આવ્યો TRADE WARનો મોટો પડકાર

ભારત-યુએસ ટ્રેડ વિવાદ પર ટ્રેડ સચિવે કહ્યું છે કે અમેરિકાએ ભારતને 60 દિવસની નોટિસ આપી છે. જેમાં USએ ભારતને GSP(જર્નલાઇઝ્ડ સીસ્ટમ ઓફ પ્રેફરન્સ ) માંથી બહાર કરવાની નોટિસ આપી છે. આ અગાઉ ચીન અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ વોરની અસર ભારતીય બજાર પર જોવા મળી હતી.

શું છે ઝીરો ટેરિફ પોલીસ?

ભારત અમેરિકાની GSPનો હિસ્સો છે. જે અંતર્ગત ભારતને ટેક્સમાં છૂટ મળે છે. આની શરૂઆત 70ના દાયકામાં થઈ હતી અને આનાથી ભારતને વધારે ફાયદો મળે છે. જેને હવે અમેરિકા ખતમ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.

નાના વેપારીઓને મોટું નુકસાન

જો અમેરિકા આશરે 2000 ભારતીય પ્રોડ્કટ્સને ફ્રી ડ્યૂટી એક્સેસમાંથી હટાવી દેશે તો ભારતના નાના વેપારીઓને સૌથી વધારે નુક્સાન થશે. એક સંભાવના એવી પણ છે કે ડ્યૂટી ફ્રી એક્સેસ ગુડ્સની સંખ્યા ઓછી કરવામાં આવી શકે છે, અથવા આ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં આવી શકે છે.

હાલ આ બાબતે બંને દેશો વચ્ચે કૂટનીતિક વાતચીત ચાલી રહી છે. હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પોતાની વાતમાં ઇ-કોમર્સને પણ સામેલ કરી ચુક્યા છે. ઇ-કોમર્સ સેક્ટર ભારતીય નીતિઓથી રાહત માટે સરકાર સાથે બેઠક કરી રહ્યું છે.

 

જો બંને દેશ વચ્ચે વાતચીત નિષ્ફળ રહે છે અને બંને દેશ વચ્ચે ઝીરો ટેરિફ શરૂ થાય છે તો સૌથી વધારે નુક્સાન ભારતે સહન કરવું પડશે. કારણ કે આનાથી અમેરિકાના ઉત્પાદનો પણ ઝીરો ટેક્સ સાથે ભારતીય બજારમાં પ્રવેશ કરશે જેનાથી સ્થાનિક ઉત્પાદકો પ્રભાવિત થશે.

ઈ-કોમર્સ પર પણ સરકારની કાતર

કેન્દ્ર સરકારે ગત વર્ષે ડિસેમ્બરમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને એક્સક્લુઝિવ ડિલ્સ બેન કરવાનો આદેશ કર્યો હતો. જેના કારણે કંપની પોતાના પ્લેટફોર્મ પર એવી ચીજવસ્તુએ નહીં વેચી શકતી જેમાં તેની ભાગીદારી હોય. એટલું જ નહીં કંપની નિર્ધારિત મર્યાદાથી  વધારે ડિસ્કાઉન્ટ પણ નથી આપી શકતી.

Gujarat: Dirge program organized on birthday of former Gondal MLA Mahipatsinh Jadeja- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનો નિર્ણય, દિલ્હીમાં કોંગ્રેસ પોતાનો હાથ આમ આદમી પાર્ટી સાથે નહીં મિલાવે

Read Next

પાકિસ્તાનની નૌસેનાનો આરોપ, ભારતીય સબમરીન દરિયાઈ માર્ગે કરી રહી છે પાકિસ્તાનની સરહદમાં ઘુસણખોરી

WhatsApp chat