ભારત-પાક વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું BIG STATEMENT, ‘ટૂંકમાં જ સારા સમાચાર આવનાર છે, સદીઓથી ચાલતી તંગદિલી ખતમ થઈ જશે’ : VIDEO

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી તંગદિલી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પને આશા છે કે ટૂંકમાં જ કોઈ સારા સમાચાર આવનાર છે.

 

ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન સાથે વિયેતનામમાં શિખર વાર્તામાં પહોંચેલા હનોઈમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત-પાકિસ્તાનના સંઘર્ષ પર સારા સમાચાર છે, આશા છે કે આ સમાપ્ત થવાના આરે છે.

READ  કાશ્મીરીઓ સાથે હિંસાના બનાવો મુદ્દે સુપ્રીમ કોર્ટે દેશના 10 રાજ્યોને પાઠવી નોટિસ, જાણો ગુજરાતનું નામ છે કે નહીં ?

બ્લૂમબર્ગ એશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનને ટ્વીટ કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘મને લાગે છે કે ભારત અને પાકિસ્તાન તરફથી એક આકર્ષક ખબર આવી રહી છે, બંને દેશોમાં છેલ્લા ઘણા સમયથી તંગદિલી ચાલુ છે. અમે આ મુદ્દાને ઉકેલવામાં મધ્યસ્થતા કરી રહ્યા છીએ. અમને સારા સમાચારો મળી રહ્યા છે. અમને આશા છે કે સદીઓથી ચાલતી આ તંગદિલી હવે ટૂંકમાં જ સમાપ્ત થશે.’

READ  Video: આખરે CCTV ફૂટેજ સામે આવ્યાના 24 કલાકમાં જ અમદાવાદના PGમાં યુવતીની છેડતી કરનાર વિકૃત આરોપીની પોલીસે કરી ધરપકડ

નોંધનીય છે કે ભારતે પુલવામા આતંકી હુમલા બાદ ઍર સ્ટ્રાઇક કરી હતી. અમેરિકા સમગ્ર ઘટનાક્રમમાં ભારતની પડખે રહ્યું છે. ટ્રમ્પે પહેલા જ પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહ્યુ હતું, તો વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયોએ ભારતના એનએસએ અજિત ડોવાલ સાથે વાતચીતમાં ભારતની આતંકવાદ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહીમાં અમેરિકાના સમર્થનની વાત કહી હતી.

READ  VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને ગુજરાતીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા!

[yop_poll id=1871]

Oops, something went wrong.
FB Comments