મહાન ભારતની મુલાકાત માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરફોર્સ-વનમાં થયા સવાર

મહાન ભારતની મુલાકાત માટે આવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રવાસ માટે નીકળી ચૂક્યા છે. અમેરિકન એર-ફોર્સ વન વિમાનમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે 11:40 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.

આ પણ વાંચોઃ ગાંધી અને સરદારની ધરતી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન અને સમગ્ર કાર્યક્રમની જાણો માહિતી

24 મી ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ અમદાવાદ એરપોર્ટ પર 11:40 કલાકે આગમન કરશે. તો 12:15 કલાકે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યાર બાદ બપોરે 1:05 કલાકે મોટેરા સ્ટેડિયમમાં સંબોધન કરશે. ત્યાર બાદ તેઓ 2:30 કલાકે એરપોર્ટ જવા રવાના થશે. અને 3:30 કલાકે આગ્રા જવા રવાના થશે. ત્યાર બાદ તેમનું 4:45 કલાકે આગ્રા એરપોર્ટ પર આગમન થશે. અને 5:15 કલાકે તાજમહેલની મુલાકાત લેશે. જે બાદ તેઓ 6:45 કલાકે દિલ્લી જવા રવાના થશે..જ્યા 7:30 કલાકે દિલ્લી એરપોર્ટ પર તેમનું આગમન થશે.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલા શહેરમાં ડાન્સિંગનો રંગ જામ્યો છે. 28 જેટલા સ્ટેજ પર પર્ફોમન્સનું આયોજન કરાયું. અન્ય રાજ્યમાંથી આવેલા કલાકારોએ સ્ટેજ ઉપર રિહર્સલ કર્યું. જેમાં ઓડિશાના નૃત્ય અને આદિવાસી નૃત્યની પ્રેક્ટિસ કલાકારોએ કરી. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો રોડ શો 22 કિલોમીટર લાંબો હશે. જેથી તમામ રૂટ ઉપર ભારતની જુદી-જુદી ઝાંખીઓ પર્ફોમન્સ સ્વરૂપે જોવા મળશે.

READ  Gujarat Fatafat :20-05-2016 - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો 25 મી ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પ સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે, ત્યાર બાદ 10:30 કલાકે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અને 11:00 કલાકે વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજી, બપોરે 12:40 કલાકે કરારોની આપલે કરશે. તો સાંજે 7.30 કલાકે રાષ્ટ્રપતિ સાથે બેઠક પૂર્ણ થયા બાદ ટ્રમ્પનો કાફલો 10 કલાકે અમેરિકા જવા રવાના થશે

READ  હેલ્મેટ મુદ્દે CM વિજય રૂપાણીનું નિવેદન! હેલ્મેટને લઈ સરકાર અસમંજસમાં!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments