અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ કારણથી ફટકાર્યો 20 લાખ ડૉલરનો દંડ

us president donald trump misused his charity foundation judge orders to pay 2 million dollar

ન્યૂયોર્કની એક કોર્ટે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને તેમના ચેરિટેબલ ફાઉન્ડેશનનો ખોટો ઉપયોગ કરવા માટે 20 લાખ ડૉલર (લગભગ 15 કરોડ રૂપિયા)નો દંડ ચૂક્વવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આરોપ સાચા સાબિત થયા છે, ટ્રમ્પે તેમના ચેરિટેબલ ફાઉન્ડેશનનો ઉપયોગ તેમના રાજકીય અને બિઝનેસથી જોડાયેલા હિતો માટે કર્યો હતો.

એક અહેવાલ મુજબ જ્જ સેલિયન સ્ક્રાપુલાએ આ મામલે તેમનો નિર્ણય સંભળાવતા આદેશ પણ આપ્યો કે ટ્રમ્પ ફાઉન્ડેશનને બંધ કરવામાં આવે અને આ ફાઉન્ડેશનની વધેલી રકમ (લગભગ 17 લાખ ડૉલર) અન્ય બિન-લાભકારી સંસ્થાઓમાં વહેંચી દેવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં કેમ સરકારથી નારાજ છે કિસાન સંઘ, પરિવાર ક્ષેત્રની જ સંસ્થાઓ મતભેદ કે મનભેદ?

ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે ગયા વર્ષે ટ્રમ્પ પર આ કેસ દાખલ કર્યો હતો. તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ અને તેમના પરિવાર પર આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પ અને તેમના પરિવારે ગેરકાયદેસર રીત આ ફાઉન્ડેશનનો ઉપયોગ તેમના બિઝનેસ અને રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન તેમના કેમ્પેઈન માટે કર્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  માયાપુર વિસ્તારમાં બૂટ બનાવવાની ફેક્ટરીમાં આગની ઘટના, ફાયર વિભાગના 90 જેટલા જવાનો ઘટનાસ્થળે

 

 

એટર્ની જનરલ જેમ્સે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર 2.8 મિલિયન ડૉલરના નુકસાન માટે આ કેસ કર્યો હતો પણ જ્જ સ્ક્રાપુલાએ આ રકમને ઓછી કરીને 20 લાખ ડૉલર કરી દીધી. ફાઉન્ડેશનના વકીલે પહેલા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આ દાવો રાજકીય રીતે પ્રેરિત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મોદી 2 દિવસ ગુજરાતમાં, જાણો શું છે વડાપ્રધાનનો કાર્યક્રમ? કયા શહેરમાં, કયા કાર્યક્રમોમાં આપશે હાજરી?

 

Latest News Happenings Of This Hour : 25-02-2020 | Tv9GujaratiNews

FB Comments