કાન સાફ કરવાની આદત અને ઈયર બડ્સનો ઉપયોગ તમારી સાંભળવાની શક્તિ ખતમ કરી શકે છે

શું તમે પણ ઈયર બડથી તમારા કાનને સાફ કરો છે. તો એક વખત ઉભા રહો અને આ જરૂર વાચન કરો

આજકાલ ઈયર બડથી સૌ કોઈ પોતાના કાન સાફ કરી રહ્યું છે. અને કેટલાક લોકો તો રોજ સવારે નહાયા પછી ઈયર બડથી પોતાના કાન સાફ કરવાની આદત બનાવી ચૂક્યું છે. પણ કોઈ ક્યારેય વિચાર નથી કરી રહ્યું કે ભવિષ્ય તમારા માટે બહેરુ પણ બની શકે છે.

 

READ  ચંદ્રની કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2, વૈજ્ઞાનિકોએ 90% સ્પીડ ઘટાડી મેળવી સફળતા

તબીબો જણાવે છે કે સામાન્ય રીતે કાન સાફ કરવાની કોઈ જરૂર નથી કારણ કે કાનમાં જામેલો મેલ બહારની ધૂળ અંદર જવા દેતો નથી. અને કુદરતે કાનની બનાવટ જ એવી બનાવી છે કે સફાઈ આપમેળે જ થઈ જાય છે.
તો આ કારણોથી જ સામાન્ય રીતે લોકોએ કાન સાફ કરવા માટે કોઈ મહામહેનત કરવી પડતી નથી. પરંતુ આજ કાલ લોકો રોજબરોજ પોતાના કાન સાથે રમી રહ્યા છે. બજારમાં પણ લોકોને આકર્ષે તેવા ઈયર બડ આવી ગયા છે. કેટલાક તબીબોનું કહેવું છે કે ઈયર બડના કારણે કોઈ વ્યક્તિના કાનનો પરદો ફાટી પણ શકે છે. કારણ કે તે એકદમ પાતળો હોય છે.

READ  વડાપ્રધાન મોદીને મળેલી 2700થી વધારે ભેટની 14 સપ્ટેમ્બરથી થશે હરાજી, સામાન્ય નાગરિક પણ બોલી લગાવી શકે છે

Top News Stories Of This Hour : 28-02-2020 | Tv9GujaratiNews

FB Comments