ઉત્તર પ્રદેશમાં રિઅલ ગેંગ્સ ઓફ સોનભદ્રની ઘટનામાં 9 લોકોના મોત, આંકડો વધવાની શક્યતા

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સામૂહિક હત્યાની ખબર સામે આવી છે. સોનભદ્રના DM અંકિત કુમાર મુજબ જમીનના મામલામાં બે જૂથ વચ્ચે ફાયરિંગ થયું છે. જેમાં એક જ જૂથના 9 લોકોની હત્યા થઈ છે. તો અથડામણમાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે મોતનો આંકડો વધી શકે છે. અગાઉ પણ જમીનના મામલે 2 લોકોની હત્યા કરી દેવાઈ હતી. આ સમગ્ર ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.

READ  ધોનીને એવા ક્યા કામે જવાના છે કે તેઓ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ભારતીય ટીમ સાથે નથી જઈ રહ્યાં?

આ પણ વાંચોઃ VIDEO: જયપુરમાં એક ભયંકર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, CCTV જોઈને હચમચી જશો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘટના પર CM યોગીના આદેશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સોનભદ્રની ઘટના બાદ યોગી આદિત્યનાથે તુરંત આદેશ આપી દીધા છે. સાથે મૃતકોના પરિવાર માટે પોતાની સંવેદના પણ દર્શાવી છે. તો બીજી તરફ ઘાયલોને યોગ્ય સારવાર પૂરી પાડવા DMને આદેશ આપી દીધા છે. સાથે આરોપીઓની તરત ધરપકડ કરવાના આદેશ પણ આપી દેવાની માહિતી સામે આવે છે. મામલો ભલે જમીન સાથે જોડાયેલો છે. પરંતુ સમગ્ર ઘટના બાદ પોલીસની સતર્કતા પર સવાલ છે.

READ  મહિલા દર્દીને દાખલ કરવાની ના બાદ મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments