57 વિદેશી નાગરિકો સહિત તબલીગી જમાતના 83 લોકો સામે UP પોલીસે દાખલ કરી ચાર્જશીટ

uttar-pradesh-police-lodges-charge-sheet-against-83-people-of-tabligi-jamaat-including-57-foreign-nationals tabligi jamat na loko same up police ni karyavaahi
તસ્વીર પ્રતિકાત્મક છે.

ઉત્તરપ્રદેશ પોલીસે શનિવારના રોજ તબલીગી જમાતના 83 લોકોની સામે એફઆઈઆર દાખલ કરી હતી તેમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં 57 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સહરાનપુરમાં આ તબલીગી જમાતના આ લોકોએ કોરોના વાઈરસ ફેલાવ્યો. આ સિવાય તેઓએ જમાતના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેની જાણકારી પણ પ્રશાસનને આપી નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હી: વડાપ્રધાન આવાસ પર PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે બેઠક
delhi-police-chargesheet-foreign-jamati on markarz case nizamuddin
તસ્વીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં નવા 480 કોરોનાના કેસ, 319 દર્દી થયા સ્વસ્થ, જાણો તમામ જિલ્લાની વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં તબલીગી જમાતના 2500થી વધારે લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 308 વિદેશી નાગરિક છે. તબલીગી જમાતના લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ થયા બાદ લોકોની અટકાયત કરવામાં આવી છે. એક અધિકારીએ જાણકારી આપતાં કહ્યું કે 200થી વધારે કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. જે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તેને ઉત્તરપ્રદેશની અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. અન્ય લોકોને જામીન આપીને છોડવામાં પણ આવ્યા છે.

READ  દેશમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવશે કે ઘટાડવામાં? સરકારે આપ્યો આ જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

300માંથી 279 વિદેશી નાગરિક છે જેમની પર ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશી નાગરિક મોટાભાગે ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, સુદાન અને ફ્રાંસ જેવા દેશમાંથી આવ્યા હતા. પોલીસે આઈપીસીની કલમ 188, 269 અને 271 મુજબ કેસ દાખલ કર્યો છે. આ સિવાય અન્ય કેસમાં એપિડેમિક એક્ટની કલમ પણ ઉમેરવામાં આવી છે. ભારત સરકારે પણ અમુક તબલીગી જમાતના લોકો જે વિદેશથી આવ્યા હતા તેની સામે વિઝાને લઈને કડક કાર્યવાહી કરી છે.

READ  ખેડૂતો માટે વધુ એક માઠા સમાચારઃ આગામી 3 દિવસમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

 

Oops, something went wrong.

 

FB Comments