કોંગ્રેસના MLA અદિતીસિંહની કારનો પીછો કરવામાં આવ્યો અને પછી ગાડી પલટી ખાઈ ગઈ

રાયબરેલીમાં આજે જિલ્લા પંચાયત અધ્યક્ષની વિરુદ્ધ અવિશ્વાસ પર વોટિંગ પહેલા કોંગ્રેસ ધારાસભ્યની ગાડીનો પીછો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય અદિતીસિંહની ગાડીનો પીછો કરવામાં આવતા તેની ગાડી પલટી ખાઈ ગઈ હતી.

સમગ્ર માહિતી મુજબ કેટલાક દબંગ લોકો ધારાસભ્ય પર હુમલો કરવાની ફીરાકમાં હતા. જેને લઈ તેની ગાડીનો પીછો કરી રહ્યા હતા.

બીજી તરફ રાયબરેલીમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થવાનું હતું. ધારાસભ્ય અદિતીની સાથે અવિશ્વાસ પ્રસ્તાવમાં વોટિંગ કરવા જનારા અનેય સભ્યો ઉપર પણ ફાયરિંગની ઘટના સામે આવી છે. પહેલા પંચાયતના સભ્યો પર ફાયરિંગ કરાયું જે બાદ ધારાસભ્યની ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં લોકસભાના ઉમેદવાર દિનેશસિંહના ભાઈ અવધેશસિંહનું નામ લેવામાં આવી રહ્યું છે.

READ  VIDEO: મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોની હોટલ હયાતમાં પરેડ
Oops, something went wrong.

 

FB Comments