VIDEO: પ્રયાગરાજની હોટેલમાં એક શખ્સે કરી આત્મહત્યા! કારણમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનું લખ્યું નામ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક શખ્સે હોટલમાં આત્મહત્યા કરી. જેણે પોતાની આત્મહત્યા કરવા પાછળ પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનું નામ લખ્યુ છે. મૃતકે હોટલના પંખા પર ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો અને પોલીસને મૃતક પાસેથી ચાર પાનાંની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે દેશમાં આર્થિક મંદી અને ભ્રષ્ટાચાર માટે પી. ચિદમ્બરમ પર આક્ષેપ કર્યો છે અને પોતે પણ આર્થિક સંકળામણમાં આવી મોતને વહાલુ કર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક શખ્સ રિટાયર્ડ એરફોર્સનો કર્મચારી અને આસામ રાજ્યનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. હાલ તો પોલીસે મૃતકના પરિવાર જનોને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

READ  IPL માં આવી શકે છે 2 નવી ટીમો, 4 ફ્રેન્ચાઇઝી છે રેસમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: એરપોર્ટના સ્ટોલ પર સેન્ડવીચમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments