ઉત્તર પ્રદેશ પોલીસે કર્યુ એવુ કામ, થઈ રહી છે દરેક બાજુ ‘વાહ વાહ’

ઉત્તરપ્રદેશ પોલીસે એક એવુ કાર્ય કર્યુ છે કે બધી જ બાજુ તેમના વખાણ થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના ઈટાવા હાઈ-વે પર એક સળગતા બાઈક પર જતા એક દંપતિને પોલીસે તેમની સુઝબૂઝથી બચાવી લીધા છે.

આ ઘટના બાંગરમઉના આગ્રા એક્સપ્રેસ રોડ પર બની હતી. ઉત્તરપ્રદેશ પોલીસે આ વીડિયોને તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશ પોલીસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યુ છે કે અમારા PRV1617 (UP 100 સર્વિસ)એ ઈટાવામાં એક્સપ્રેસ રોડ પર એક બાઈક પર પાછળ બાંધેલી બેગમાં આગ લાગી હતી.

 

ત્યાં બાઈક સવાર સ્પીડમાં હતા. ત્યારબાદ પોલીસ ગાડી લઈને લગભગ 4 કિલોમીટર સુધી તેમની પાછળ ગયા અને ઝડપથી બાઈક પરથી ઉતરી જવાનું કહ્યુ અને બાઈકથી દુર ખસી જવાનું કહીને પોલીસે બાઈક પર લાગેલી આગને બુઝાવી હતી.

https://twitter.com/DrKumarVishwas/status/1117645199226884096

આ વીડિયો સોશિયલ મીડિય પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લગભગ 30 હજાર લોકોએ જોઈ લીધો છે. ઉત્તર પ્રદેશ પોલીસની આ ઘટનામાં જાણીતા કવિ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસ પણ સામેલ હતા. તેમને ટ્ટિટ પણ કર્યુ હતુ અને તેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ટેગ કર્યા હતા.

 

Monsoon 2019: Gujarat likely to receive heavy rain showers from July 28, predicts MeT Dept| TV9News

FB Comments

TV9 Webdesk 9

Read Previous

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ ઈન્ટરવ્યૂ- ગુજરાતમાં ફરી ભાજપ 26માંથી 26 સીટો પર વિજય મેળવશે

Read Next

હવે બ્રિટેનમાં પાન ખાઈને થૂંકવા પર લાગશે આટલો મોટો દંડ

WhatsApp પર સમાચાર