મકરસંક્રાંતિના તહેવારમાં વાસી ઉત્તરાયણનું પણ સરખું જ મહત્વ, લોકો ઉત્સાહભેર કરી રહ્યા છે ઉજવણી

Uttarayan fever still on, Amdavadis flying kites despite slow wind flow

ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ. પણ વાત અમદાવાદની આવે તો ઉત્તરાયણની સાથે વાસી ઉત્તરાયણનું પણ એટલું જ મહત્વ છે. ત્યારે આજે વાસી ઉત્તરાયણની પણ શહેરીજનો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યાં છે. સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ પર ચડી ગયા છે. સૂરજ નીકળતાની સાથે જ લોકો પતંગ, ફીરકી તેમજ ચીક્કી, લાડુ સહિતના નાસ્તા સાથે ધાબા પર અડિંગો જમાવવા લાગ્યા છે.

READ  અમદાવાદમાં મોદી-ટ્રમ્પનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ, જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેર આપશે પરફોર્મન્સ

આ પણ વાંચોઃ ઉત્તરાયણના દિવસે જ રાજકોટમાં લાકડી, ધોકા અને સોડાની બોટલ સાથે મારામારી

ઠંડા પવનની સાથે સાથે લોકો પતંગનો પેચ લગાવવામાં મસ્ત છે. ટેરેસ પર ડી.જેનો ધમધમાટ સંભળાઇ રહ્યો છે. લોકો પતંગ ચગાવવાની સાથે ડી.જેના તાલે પણ ઝૂમી રહ્યાં છે. એટલું જ નહિં સમગ્ર વાતાવરણ ‘કાપ્યો જ છે’ બૂમોથી ગૂંજી ઉઠયું છે. ધાબા પર પતંગ ચગાવવામાં, ચીક્કી ખાવામાં અને ઉત્તરાયણને મન ભરીને માણવામાં પતંગ રસિયાઓ મસ્ત બની ગયા છે. અને વાસી ઉત્તરાયણ મનાવી રહ્યાં છે.

READ  FIR registered against actress Shilpa Shetty, her husband in a cheating case in Maharashtra - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments