14 જાન્યુઆરીએ નથી ઉત્તરાયણ : તમારા દાદાએ જોયો હોય તેવા દુર્લભ મહાસંયોગના તમે બનશો સાક્ષી, પણ આ એક મહિનાનો મહાસંયોગ તમને ફળશે કે નડશે ? જાણવા માટે CLICK કરો

નવ ગ્રહોમાં સૂર્ય જ એકમાત્ર ગ્રહ છે કે જેની આજુબાજુ તમામ ગ્રહો ફરે છે. દર વર્ષે જાન્યુઆરીના મધ્યમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે કે જેને સામાન્ય ભાષામાં મકર સંક્રાંતિ કહે છે. આ પર્વ દક્ષિણાયન સમાપ્ત થતા અને ઉત્તરાયણ પ્રારંભ થવા પર ઉજવવામાં આવે છે.

તમે જાણતા નહીં હોવ કે વર્ષમાં આ એક નહીં, પણ એવી 12 સંક્રાંતિઓ આવે છે, પરંતુ વિશિષ્ટ કારણોથી જાન્યુઆરી મધ્યની સંક્રાંતિને જ સૌથી વધુ મહત્વની મનાઈ છે.

એક સમયે 10 જાન્યુઆરીએ ઉજવાતી હતી ઉત્તરાયણ, આ વખતે 15 જાન્યુઆરીએ

મકર સંક્રાંતિ એક ખગોળીય ઘટના છે કે જેમાં સૂર્ય દર વર્ષે ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દર વર્ષે આ સમય લગભગ 20 મિનિટ વધી જાય છે. માટે દર 72 વર્ષે એક દિવસનો અંતર વધી જાય છે. પંદરમી શતાબ્દીની આજુબાજુ મકર સંક્રાંતિ 10 જાન્યુઆરીની આજુબાજુ પડતી હતી કે જે હવે 14 અને 15 જાન્યુઆરીની આજુબાજુ પડવા લાગી છે. લગભગ 150 વર્ષ બાદ 14 જાન્યુઆરીની તિથિ આગળ-પાછળ થઈ જાય છે. 1863માં મકર સંક્રાંતિ 12 જાન્યુઆરીએ હતી, તો 2018માં તે 14 જાન્યુઆરીએ હતી. આ વખતે એટલે કે 2019 અને 2020માં મકકર સંક્રાંતિ 15 જાન્યુઆરી પડશે. ગણતરી મુજબ 5 હજાર વર્ષ બાદ મકર સંક્રાંતિ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહે ઉજવવી પડશે.

આ વખતે બની રહ્યો છે દુર્લભ મહાસંયોગ

વર્ષ 2019ની મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ છે. એક મહિના સુધી સૂર્ય મકરમાં રહેશે. ગુરુ વૃશ્ચિકમાં છે જ. શનિ ધનમાં ગોચર કરી રહ્યાં છે. રાહુ કર્કમાં તથા કેતુ મકરમાં છે. સૂર્ય તથા શનિ બંને એક સાથે એક મહિના સુધી મકરમાં રહેશે. આ રીતે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં એક મહિના સુધી વિરાજમાન રહેશે. આવો મહાસંયોગ 70 વર્ષ બાદ પડી રહ્યો છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હવે જોઇએ આ મહાસંયોગનું કઈ રાશિને કેવું ફળ મળશે ?

મેષ :

વ્યવસાયમાં સફળતા મળશે. ઘરના બાંધકામમાં વ્યસ્ત રહેશો. કોઇક વિવાદમાં પડી શકો છો. વાણી પર સંયમ રાખો. કોઇક મિત્રના સહકારથી કોઈ નાણાકીય વિવાદ ઉકેલાશે. ધનનું આગમાન કંઇક વધુ જ થશે. પરિવાર સાથે ક્યાંક ધાર્મિક પ્રવાસનું આયોજન કરશો. લાલ અને પીળો આપનો શુભ રંગ છે. કોઇક ધન કે વૃશ્ચિક રાશિના મિત્રથી લાભ પ્રાપ્ત થશે. કોઇક નવી વ્યાવસાયિક યોજના સ્વીકૃત થવાથી અત્યંત પ્રસન્ન રહેશો. કોઇક સરકારી કાર્ય સંપન્ન થશે. રાજકારણમાં સફળતા મળશે. આરોગ્ય પહેલા કરતા શ્રેષ્ઠ રહેશે. વહેતા જળમાં દર શનિવારે કોલસો પ્રવાહિત કરો. શ્રી હનુમાનજીની પૂજા કરો.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીને તો વિદેશ પ્રવાસ કરવા માટે વડાપ્રધાન બનવું પડ્યું, પણ કેરળનું ચા વેચનાર આ દંપતિ 23 દેશોનો પ્રવાસ કરી ચુક્યું છે : જુઓ VIDEO

વૃષભ :

ખુશ રહેશો. વ્યવસાયમાં લાભની પ્રાપ્તિ થશે. રાજકારણમાં વિરોધીઓ પસ્ત થશે. કોઇક એવો બિઝનેસ પ્રોજેક્ટ કે જે ઘણા દિવસોથી આપના પ્લાનમાં હતો, તે આ દરમિયાન કાર્ય રૂપમાં પરિણીત થઈ શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ તથા પ્રતિયોગિતામાં સફળતા પ્રાપ્ત થશે. સ્વચ્છ સફેદ અને લીલો રંગ શુભ છે. સંતાનની સફળતાથી પ્રસન્ન રહેશો. કોઈ પણ વિવાદિત મધ્યસ્થતાથી બચો. વહીવટી અધિકારીઓ અને રાજકારણીઓ માટે બહુ જ શુભ મહિનો રહેશે. આરોગ્ય સુખ સારું રહેશે. દર શનિવારે શ્રી હનુમાન ચાલીસાનું પાઠ કરતા રહો.

મિથુન :

વાણી તથા મૅનેજમેંટની યોગ્યતાનો લાભ મળશે. મૅનેજમેંટ તથા ટેક્નિકલ ફીલ્ડના વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે. આપનના પર બહુ કામનો બોજ રહેશે. કોઇક વિશેષ કાર્ય માટે પરેશાન રહેશો. કઠિન પરિશ્રમ બાદ સફળતાની પ્રાપ્તિ થશે. લીલો અને આસમાની આપના પ્રિય રંગો છે. વ્યવસાયમાં નવી તકોની પ્રાપ્તિ કરશો. મકર અને તુલા રાશિના જાતકો આપને લાભાન્વિત કરશે. કોઇક વ્યાવસાયિક યોજના પૂર્ણ થવાથી ખુશ રહેશો. કોઇક ધાર્મિક અનુષ્ઠાનમાં સામેલ થશો. ઉદર (પેટ) વિકારથી કષ્ટ શક્ય છે. શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનું પાઠ કરતા રહો. ગરીબોમાં ધાબળાઓનું દાન કરતા રહો.

આ પણ વાંચો : ડૉન દાઉદ ઇબ્રાહીમની જગ્યાએ આ નવા ડૉનથી ડરી રહ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા સ્ટાર્સ : શાહરુખ, રજની, કમલ જેવાને લગાવી ચુક્યો છે અબજો રૂપિયાનો ચૂનો, પોલીસને છે તલાશ

કર્ક :

રાહુ આપને માનસિક રીતે પરેશાન કરી શકે છે. અધ્યાત્મ અને ધર્મનો પ્રભાવ આપને આનંદિત કરતો રહેશે. શિક્ષણ તથા પ્રતિયોગિતાની દિશામાં વિદ્યાર્થીઓ સફળતાની પ્રાપ્તિ કરશે. ધનનું આગમન થશે. જૉબમાં પ્રગતિ થશે. આપ બહુ વ્યસ્ત રહેશો. આસમાની અને લીલો આપના શુભ રંગો છે. મેષ તથા વૃશ્ચિક રાશિના જાતકોથી આપને વ્યાપારમાં લાભ થશે. રાજકારણમાં ચાલી રહેલો પ્રયાસ સાર્થખ થશે. સુખદ યાત્રા થઈ શકે છે. શ્રી હનુમાનજીની ઉપાસના કરતા રહો. દરર શનિવારે તલનું દાન ફળદાયી છે.

સિંહ :

વ્યવસાયમાં સફળતાની પ્રાપ્તિ થશે. કોઇક કર્ક કે ધન રાશિના જાતકથી વ્યવસાયમાં લાભ મળશે. નારંગી અને પીળો શુભ રંગો છે. વિદ્યાર્થીઓ પીળા રંગનો પ્રયોગ કરે. ધનનું આગમન થઈ શકે છે. ધાર્મિક યાત્રાની શક્યતા રહેશે. શાસન તથા પ્રશાસનનો સહકાર પ્રાપ્ત થશે. રાજકારણમાં ઉચ્ચ નેતાઓથી લાભ પ્રાપ્ત થશે. દર રવિવારે શ્રી આદિત્યહૃદય સ્તોત્રનું ત્રણ વાર પાઠ કરો. શ્વાસ રોગીઓ તકેદારી રાખે. પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરો.

કન્યા :

ધાર્મિક આનંદ ભર્યો મહિનો છે. વ્યવસાયમાં સફળતા મળશે. વાહનનો પ્રયોગ સાવચેતીપૂર્વક કરો. વિદ્યાર્થીઓને કઠિન પરિશ્રમ કરવો પડશે. ઑફિસમાં કેટલાક વાદ-વિવાદની સ્થિતિ સર્જાઈ શકે. વાણી પર કાબૂ રાખો. લૉ તથા બીટેકના વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરશે. ધનનું આગમમન થશે. યાત્રા થઈ શકે. સંતાનને સફળતા મળશે. શાસન-પ્રશાસનનો સહકાર મળશે. રાજકારણ સાથે જોડાયેલા જાતકો લાભાન્વિત થશે. દર શનિવારે વહેતા જળમાં થોડાક તલ પ્રવાહિત કરો. દર શનિવારે સુંદર કાંડનું પાઠ કરો.

તુલા :

જૉબમાં સફળતા મળશે. નાણાના વ્યયથી પરેશાન રહેશો. આ સમય સફળતા પ્રાપ્તિનો છે. વ્યવસાયમાં પ્રગતિ થશે. પરિવાર સાથે ક્યાંક ધાર્મિક યાત્રા કરી શકો છો. આસમાની અને લીલો રંગ શુભ છે. મકર અને કુંભ આપની શુભ મિત્ર રાશિઓ છે. હાલમાં તેમનો સહકાર પ્રાપ્ત થશે. અપરિણી લોકોનું માગુ આવશે. નવા વ્યાપારિક કરારો થઈ શકે. લેખન, પત્રકારત્વ તથા ફિલ્મ સાથે જોડાયેલા જાતકો લાભાન્વિત થશે. મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે. દરરોજ શ્રી હનુમાન ચાલીસાનું પાઠ કરો.

વૃશ્ચિક :

નાણા પ્રાપ્ત થઈ શકે. બહુ દિવસોથી ચાલતો વિવાદ ઉકેલાઈ શકે. આપ ભાગ્યશાળી છો કે આ સમયે આપની સાથે આપના મિત્રોનો સાથ છે. કોઇક રોકાયેલું કાર્ય આ દરમિયાન બનશે. નારંગી અને પીળો શુભ રંગ છે. સંતાનની સફળતાથી આપ ગૌરવાન્વિત અનુભવશો. વિદ્યાર્થીઓને નવી તકો પ્રાપ્ત થશે. શિક્ષણ તથા પ્રતિયોગિતાનની દિશામાં ચાલતા પ્રયત્નો સફળ થશે. વિદ્યાર્થીઓ નવી તકો પ્રાપ્ત કરશે. વાણી પર કાબૂ રાખો. દર મંગળવાર તથા રવિવારે ઘઉં કે ગોડનું દાન કરો. શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરતા રહો.

ધન :

શનિ આ રાશિમાં ગોચ કરી રહ્યાં છે. આપની ક્રિએટિવિટી આપને યશ તેમજ સામાજિક પ્રતિષ્ઠા અપાવશે. આઈટી, મીડિયા તથા પત્રકારિતા સાથે જોડાયેલા લોકો સફળતા મેળવશે. પીળો અને સફેદ શુભ રંગો છે. આરોગ્ય ક્ષેત્રે મુશ્કેલી રહેશે. શુગર તથા બીપીથી કષ્ટ શક્ય છે. શનિથી સંબંધિત દ્રવ્યો તલ, તેલ કે કાળા વસ્ત્રનું દાન કરો. દર શનિવારે સુંદર કાંડનું પાઠ કરો. ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરતા રહો. ધાબળાનું દાન કરો.

મકર :

આ સમયે સૂર્ય આ જ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આઈટી અને માર્કેટિંગના જાતકો આ સમયે સુંદર તક મેળવશે. સાસરી પક્ષમાંથી કોઇક શુભ સમાચાર મળવાથી મન હર્ષિત રહેશે. કોઇક અધૂરું કાર્ય પૂર્ણ થશે. આસમાની અને નારંગી શુભ રંગો છે. વિદ્યાર્થીઓ સફળતા મેળવશે. નાણાની પ્રાપ્તિ થશે, પણ તે જ પ્રમાણમાં ખર્ચ પણ સારા કાર્યોમાં થશે. શ્રી હનુમાનજીની ઉપાસના કરો. ગુરુ તથા પિિતાના આશીર્વાદ પ્રાપ્ત કરતા રહો. દર સોમવારે ભગવાન શિવનો જળાભિષેક કરો. રવિવારે શ્રી આદિત્યહૃદય સ્તોત્રનું ત્રણ વખત પાઠ કરો.

કુંભ :

સમય આપને અનુકૂળ છે. નાણા રોકાણની યોજના મકાનમાં કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો. આવક પ્રાપ્તિના નવા સ્રોતો બની શકે. વ્યવસાયને નવીી દિશા દેવાનો સાર્થક પ્રયત્ન કરશો. મકર તથા તુલા રાશિનો સહકાર વ્યવસાયમાં મળશે. વેપારમાં નાણાનું આગમન થશે. આરોગ્યથી થોડુંક કષ્ટ મળશે. શ્વાસ તથા ડાયાબિટીસથી સમસ્યા રહેશે. લેખન તથા પત્રકારત્વ સાથે જોડાયેલા જાતકો લાભાન્વિત થશે. આસમાની અને લીલો શુભ રંગ છે. મિથુન કે કુંભ રાશિના જાતકોથી જૉબમાં ફાયદો મળશે. શાસન-પ્રશાસનનો સહકાર મળશે. શિક્ષમ-પ્રતિયોગિતાની દિશામાં ચાલતો પ્રયત્ન સાર્થક બનશે. દર શનિવારે શનિના બીજ મંત્રનો જાપ કરો તથા ગરીબોમાં ઊની વસ્ત્રનું વિતરણ કરો.

મીન :

સફળતાઓથી ભરેલો સમય છે. આ સમય આપના માટે પ્રગતિ અને સૌભાગ્ય લઈને આવ્યો છે. ઘણા દિવસોથી રોકાયેલું કામ પૂર્ણ થશે. આરોગ્ય તકલીફ આપશે. સંતાનને સફળતા મળશે. ફિલ્મ, લેખન તથા પત્રકારત્વ સાથે જોડાયેલા જાતકો લાભાન્વિત થશે. પ્રશાસનિક અધિકારીઓ સફળ રહેશે. સ્વચ્છ સફેદ અને પીળો શુભ રંગ છે. નાણાનું થોડુંક વ્યય થશે. દર ગુરુવારે વિષ્ણુ મંદિર જાઓ. અન્ન દાન કરવું શ્રેયષ્કર છે. સંતાનની સફળતાથી ખુશ રહેશો. નવા વ્યાવસાયિક કરારો થઈ શકે છે. રવિવાર તથા સોમવવારે ગરીબોમાં ધાબળા દાન કરો.

[yop_poll id=580]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat: 18/6/2019| Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

તૈમૂરનો એરપોર્ટ લૂક જોઈ તમે બોલી ઉઠશો, ‘વાહ, છોટે નવાબ, વાહ’ VIDEO

Read Next

બીજા લગ્ન ગેરકાયદે પણ તેનાથી પેદા થયેલું બાળક કાયદેસર: સુપ્રીમ કોર્ટ

WhatsApp પર સમાચાર