અમદાવાદની VS હોસ્પિટલ ફરી એકવાર આવી વિવાદમાં, સારવાર માટે પહોંચેલી મહિલાને ૨ કલાક સુધી બેસાડી રાખી ન આપી સારવાર, જુઓ VIDEO

અમદાવાદની વી.એસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. એક મહિલા પેટમાં દુખાવો હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચી. પરંતુ બે કલાક સુધી સારવાર આપવાને બદલે મહિલાને બહાર બેસાડી રાખવામાં આવી. આ મહિલા દર્દીની ફાઈલ ફેંકી અને સારવાર આપવાનો ઈનકાર કર્યો. જેથી મહિલાના પરિવાર અને ડૉક્ટર વચ્ચે તકરાર સર્જાઈ હતી.

ત્યારે આ ઘટનાને મેયર બિજલ પટેલે પણ વખોડી હતી. અને કહ્યું તે એક મેયર તરીકે નહીં પરંતુ મહિલા તરીકે આ ઘટનાને ચલાવી લેવામાં નહીં આવે. ઘટનામાં ડોક્ટર સામેલ હોય કે કોઈ કર્મચારી કોઈને છોડવામાં નહીં આવે. જે પગલા લેવા પડશે તે લઈશ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  GSTમાં વધારાને લીધે આ વસ્તુઓનો પણ વધશે ભાવ, સ્લેબમાં પણ થઈ શકે છે ફેરફાર

આ પણ વાંચો: એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા APMCની ચૂંટણી માટે આજે મતદાન, પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ટક્કર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments