અમદાવાદમાં રખડતા શ્વાનની સમસ્યાના નિરાકરણ માટે ખસીકરણ કાર્યક્રમ અમલ કરવામાં આવ્યો

અમદાવાદનો ભાગ્યે જ કોઈ જ એવો વિસ્તાર હશે જ્યાં રખડતા શ્વાનથી લોકો ત્રસ્ત નથી. આ સમસ્યાના નિરાકરણ માટે અમલી બનાવાયો ખસીકરણ કાર્યક્રમ. જોકે જે સંસ્થાને આ કામ સોંપાયું છે તેના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. ખાનગી સંસ્થા પર આરોપ છે કે તેઓ પોતાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે કોર્પોરેશન હદ બહાર જઇને રખડતા શ્વાન પકડી રહ્યા છે. સાંભળો શું કહી રહ્યા છે શ્વાન પકડનારા ટીમના સભ્યો.

READ  સ્નાતક થયેલા ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક છે વિદેશમાં, મળશે આટલો પગાર?

Image result for શ્વાન

આ પણ વાંચોઃ અમદાવાદમાં એક માત્ર રાત્રી દરમિયાન ધમધમતું માણેકચોક આવતીકાલથી રહેશે બંધ

AMC દ્વારા મળેલી માહિતી મુજબ શહેરમાં 2 લાખ રખડતા શ્વાન ફરી રહ્યા છે. તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ એક NGOની મુલાકાત લીધી. જે દરમિયાન ખસીકરણ સેન્ટરમાં અયોગ્ય કામગીરી થતી હોવાનો ખેડાવાલાએ આરોપ લગાવ્યો. અને ખસીકરણ થયું છે કે કેમ તે અંગે સવાલ ઉઠાવ્યો. તો મેયર બિજલ પટેલે ખસીકરણના નામે થતા કૌભાંડની વાતને રદીયો આપ્યો.

READ  દિલ્હી JNUમાં થયેલી હિંસાના પડઘાં ગુજરાત સુધી...ABVP અને NSUIના કાર્યકરોએ કર્યા સામસામે આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments