ગઢડા: વચનામૃત મહોત્સવનો પ્રારંભ, મહોત્સવને લઈને હરિભક્તોમાં ઉત્સાહ

Vachnamrut Mahotsav begins in BAPS Swaminarayan temple as Vachnamrut Granth completes 200 years

બોટાદના ગઢડા ખાતે BAPS મંદિર દ્વારા વચનામૃત મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વચનામૃત ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવ શરૂ થયો છે. 9 માર્ચ સુધી માંડવધાર રોડ પર રચવામાં આવેલ વિશાળ સ્વામિનારાયણનગરમાં આ મહોત્સવ ચાલી રહ્યો છે. જેનું ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ નગરના મધ્યમાં રચાયેલા 100 ફૂટ લાંબા સ્ટેજ પર દર્શાવવામાં આવતા ‘શ્રીજી સંકલ્પ ગાથા’ નામક આ શોમાં અત્યંત આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ગઢડાના મંદિરનો ઈતિહાસ અને પ્રવૃતિઓ દર્શાવવામાં આવે છે. મહોત્સવને લઈને હાલ હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

READ  સુરતમાં પરપ્રાંતિય શ્રમિકો સાથે રેલવે ટિકિટોની કરાઈ કાળાબજારી, જુઓ વાયરલ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત છે ‘કોરોના મુકત’! કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નથી

FB Comments