VIDEO: વડોદરાનાં પરિવારને મધ્યપ્રદેશમાં નડ્યો અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યના મોત

Vadodara: 4 of a family killed in an accident near Dhar in Madhya Pradesh

વડોદરાના બિલ્ડરની કારનો MPમાં અકસ્માત થતા બિલ્ડર અને પરિવારની 3 મહિલા સહિત 4 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના ધાર શહેર પાસે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર વડોદરાના વડસર અને સમાના પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક પરિવારના એક પુરુષ અને ત્રણ મહિલાઓ મોતને ભેટ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: વંદાવાળી હૈદરાબાદી બિરીયાની! અમદાવાદની ઘ ગ્રાન્ડ વિનાયક હોટલના ભોજનમાંથી નીકળ્યો વંદો

આ મૃતકોમાં પ્રવીણ પટેલ અને તેમના પત્ની અમિષા પટેલ, સુમિત્રા પટેલ, વર્ષા ઠાકુરનો સમાવેશ થાય છે. જ્યારે કાર ચલાવી રહેલા દીપક ઠાકુર નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. ત્યાર બાદ તમામ મૃતદેહોનું ધારની જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ વડોદરાના વડસરમાં રહેતો પરિવાર ઓમકારેશ્વરમાં સ્નાન અને દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે તેની કાર ઉભેલા રેતીના ડમ્પરમાં ઘુસી જતા આ દુર્ઘટના બની હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ISISના લીડર બગદાદીને અમેરિકી સેનાએ ઠાર માર્યો- સૂત્રો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments