લોકસભા ચૂંટણી-2019: પોલીસ અને CISFએ સુરક્ષાની કમાન સંભાળીને પાદરામાં ફ્લેગ માર્ચ યોજી

લોકસભાની ચૂંટણીને લઈને સુરક્ષાની કડક તૈયારીઓ શરુ થઈ ગયી છે. આજે ગુજરાતમાં વડોદરાના પાદરા ખાતે પોલીસ વિભાગે અને અર્ધ લશ્કરીદળે સાથે મળીને ફ્લેગ માર્ચ યોજી હતી.

ચૂંટણીની તારીખો નજીક આવવાની સાથે સુરક્ષા વધારી દેવાઈ છે અને વિવિધ મતવિસ્તારોમાં હવે અર્ધ-લશ્કરી દળો આવી ગયા છે. ચૂંટણીના સમયે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અને મતદાનમાં કોઈપણ પ્રકારની અગવડ ઉભી ન થાય તે માટે સુરક્ષા વધારી દેવામાં આવે છે. પાદરા પોલીસ અને CISF બંનેએ સાથે મળીને ફ્લગે માર્ચ યોજી હતી. ગ્રામ્ય વિસ્તાર અને પાદરાના મુખ્ય માર્ગો પર આ ફ્લગ માર્ચ યોજવામાં આવી હતી.

 

READ  શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામેની મેચમાં એવુ તે શું થયુ કે એમ્પાયર અને ખેલાડી મેદાન પર જ સુઈ ગયા?

વેપારીઓ દ્વારા શહેરી વિસ્તારમાં દબાણોને પણ દૂર કરવામાં આવ્યા હતા. વડોદરાના પાદરામાં પોલીસ અને CISFએ  પોતાની કમાન સંભાળી લીધી છે. આગામી સમયમાં ગુજરાતમાં લગભગ બધા જ મતવિસ્તારોમાં આ પ્રકારની ફ્લેગ માર્ચ યોજવામાં આવશે.

Surat woman face trouble in budget management due to onion price hike | TV9GujaratiNews

FB Comments