VIDEO: વડોદરાના પાદરા પાસે લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા પરિવારનો અકસ્માત, ઘટનામાં 12 લોકોના મોત

Vadodara: Death toll reaches 12 in accident between truck and dumper in Padra

લગ્ન પ્રસંગની મજા માણી પરત આવતા એક પરિવારની ખુશીઓમાં માતમ છવાઇ ગયો. વડોદરાના પાદરા પાસે આવેલા મહુવડ-રણુ ગામ વચ્ચે ડમ્પર અને આઇશર વચ્ચે અકસ્માત થતા 12 લોકોના મોત થયા છે. મહુવડથી રણુ જવાના રસ્તે ધસી આવેલા ડમ્પરે આઇશરને ટક્કર મારતા અક્સમાત સર્જાયો હતો.

આ પણ વાંચો: નમસ્તે ટ્રમ્પ: સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ, ખાસ VVIP રૂમ તૈયાર કરાયા

READ  Gujarat polls: PM Modi reaches Naliya airport, to offer prayer in 'Matano Madh' before starting campaigning - Tv9 Gujarati

જેને કારણે આઈશરમાં બેસેલા 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 6 લોકોના ત્યાર બાદ મોત થયા હતા. ઘટનામાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને પાદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રણુ અને ભોજ ગામના મુસ્લિમ પરિવારો સાવલી પાસેના ગોઠડા ગામે લગ્ન પ્રસંગે ગયા હતાં. ત્યાર બાદ આ પરિવારો આઈશરમાં બેસીને લગ્નમાંથી પાછા ફરી રહ્યાં હતા ત્યારે આ ઘટના ઘટી હતી. આમ લગ્ન બાદનો આનંદ, આ પરિવાર માટે મામતમાં ફેરવાઇ ગયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા: બ્રાઇટ સ્કૂલમાં ચાલુ કલાસમાં પંખો પડતા બે વિધાર્થીઓ ઈજાગ્રસ્ત, વિધાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments