વડોદરા: ગણેશોત્સવના પગલે આરોગ્ય વિભાગના દરોડા, 12 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી

વડોદરામાં ગણેશોત્સવને પગલે શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ ઈન્સ્પેક્ટરોએ ગોરવા અને કારેલીબાગના ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં તપાસ કરી હતી. 19 એકમોમાં મોદક, લાડુ અને ફરસાણ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓની તપાસ કરી હતી, જેમાંથી 15 નમૂના લઈને તેને વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: શ્રીજીને રિઝવવા ભક્તોએ બનાવ્યો 127 લિટર દૂધનો મોદક આઈસ્ક્રીમ, જુઓ VIDEO

તપાસ બાદ 18 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો. આરોગ્ય વિભાગે 12 વેપારીઓને નોટિસ પણ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ફૂડ સેફ્ટી કમિશનર નિર્દેશ અનુસાર આરોગ્ય વિભાગે આ દરોડા પાડ્યા હતા. વડોદરાના વોર્ડ નંબર 1, 2, 4, 6, 7,10 અને 12માં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું.

READ  બદલાઈ રહ્યું છે ગુજરાત, બદલાઈ રહી છે પોલીસ, સુધરી રહ્યો છે દેશ, હવે ગુજરાતની પોલીસ જાતે માંગી રહી છે ફરિયાદીઓ પાસેથી પોતાના માટે 'RATINGS'

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments