વડોદરાના જવેલર્સ-શૉ રુમમાંથી 2 મહિલાએ 11 મિનિટમાં કરી 11 તોલા સોનાની બંગડીની ચોરી!

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા મલાબાર જવેલર્સના શો રૂમમાંથી 11 તોલાની સોનાની બંગડીઓની ચોરીની ઘટના બની હતી. દિવસના અંતે સ્ટોકની ગણતરી વખતે 11 તોલા સોનાની ઘટ પડતા આ સમગ્ર મામલાની જાણ થઈ હતી.

જોકે સીસીટીવી ફૂટેજ ચકાસતા માલુમ પડ્યું કે બે મહિલાઓએ ચોરી કરી છે. 4 લાખ 38 હજારની કિંમતની 11 તોલાની બંગડી ચોરી કરતા આ મહિલાઓને માત્ર 11 મિનિટનો સમય લાગ્યો હતો. પહેલા તો આ મહિલાઓએ અલગ અલગ ડિઝાઇન વાળી બંગડીઓ જોઈ અને પછી સેલ્સગર્લ સાથે રકઝક કરીને ચોરી કર હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આ મહિલાઓ સારા ઘરની દેખાઈ રહી છે અને કેવી રીતે તેઓ સોનાની બંગડીઓ સેરવીને પર્સમાં મૂકે છે. આ મામલે હાલ ગોત્રી પોલીસ સ્ટેશમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ ચોર મહિલાઓની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Rains arrive in Patan after 15-day delay | Tv9GujaraiNews

FB Comments

amit patel

Read Previous

આકાશ અંબાણીના લગ્નમાં અમેરીકાથી આવ્યું હતું બેન્ડ, અંબાણી પરીવારે ચૂકવ્યા આટલા કરોડ રુપિયા

Read Next

સુરતમાં પાણી તો 24 કલાક આવતું નથી પણ મોટી રકમનું બિલ મહિને આવે છે, પાણીના મીટરના લીધે આવતા બેફામ રકમના બિલ ભરવાનું લોકોએ બંધ કર્યું

WhatsApp પર સમાચાર