પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નયન મોંગિયાનું જુનિયર વિભાગના મેન્ટર પદેથી રાજીનામું, જુઓ VIDEO

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નયન મોંગિયાએ જુનિયર વિભાગના મેન્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. વડોદરા ક્રિકેટર એસોસિએશનના ગેર વહીવટથી કંટાળી નયન મોંગિયાએ સેક્રેટરીને ઈમેલથી રાજીનામું સોંપી દીધું છે. નયન મોંગિયાએ રાજીનામામાં 60 મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે. વડોદરા ક્રિકેટ એસોસિએશનના જુનિયર વિભાગમાં નયન મોંગિયા 3 મહિનાથી મેન્ટર તરીકે ફરજ બજાવતા હતા. નયન મોંગિયાના રાજીનામા મુદ્દે સેક્રેટરી સ્નેહલ પરીખ અને અમર પેટીવાલાએ મૌન સેવ્યું છે. તો આ મામલે BCCIના પૂર્વ સેક્રેટરી સંજય પટેલે BCAના શાસકો પર ગંભીર આરોપો લગાવ્યા અને BCAને તેઓએ બરોડા ક્રિકેટ એસોસિએશન નહીં પરંતુ “ભ્રષ્ટ્રાચારી ક્રિકેટ એસોસીએશન” ગણાવ્યું.

READ  ગુજરાતનું આ એક એવુ ગામ જ્યાં લગ્ન તો યુવકના હોય છે પણ કન્યા તમામ વિધિ પોતાની નણંદ સાથે પૂરી કરે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ‘ગુજરાતના 9 પાકોના બધી જ APMCના ભાવ જાણો’

 

FB Comments