વડોદરા: પોલીસકર્મીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ!, પોલીસે આરોપીની ધરપકડ કરી નોંધ્યો ગુનો

Vadodara: Police constable arrested for raping girl Vadodara Police karmi e Yuvti sathe aachryu Dushkarm Police e aaropi ni dharpakad kari nodhyo guno

વડોદરામાં લોકોની રક્ષક કહેવાતી પોલીસ જ ભક્ષક બની છે. શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ કોન્સ્ટેબલ સુરજ ચૌહાણ સામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આવકવેરાનુ ફોર્મ 26AS બદલાતા, આવકવેરો ભરનારને શુ થશે અસર ?

પહેલા પોલીસકર્મીએ ગોત્રી કેનાલ પાસે યુવતી અને તેના મિત્ર પાસે રૂ.5 હજારની લાંચની માગ કરી હતી અને બાદમાં PCRનો ડ્રાઇવર રસિક ચૌહાણ રૂ.5 હજાર લેવા યુવક સાથે પેટ્રોલ પંપ ગયો હતો, પાછળથી કોન્સ્ટેબલે યુવતીને નજીકના મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીના પરિવારજનો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને હોબાળો મચાવ્યો છે.

READ  સુરતમાં દુકાનોમાં ચોરી કરતી મહિલા ગેંગ CCTVમાં કેદ, જૂઓ આ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે બનાવની જાણ થતાં પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત રાજકીય અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જો કે પોલીસે આરોપી કોન્સ્ટેબલની ધરપરડ કરી લાંચ અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

READ  ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર રંગે હાથ ઝડપાયો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..

FB Comments