VIDEO: નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલો વડોદરાનો પરિવાર થયો ગાયબ, 1 માર્ચથી પરિવાર નથી પહોંચ્યો ઘરે

Vadodara's family goes missing after visiting Statue Of Unity, relatives demand probe

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલો વડોદરાનો પરિવાર ગાયબ થયો છે. વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ પરમાર પોતાની પત્ની, માતા અને બે સંતાનો સાથે પોતાની કારમાં 1લી માર્ચે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યાં હતા. બાદમાં પરિવાર હજુ સુધી તેમના ઘરે પરત ફર્યો નથી. અને હજુ સુધી તેનો કોઈ સંપર્ક પણ થયો નથી.

READ  VIDEO: વડોદરામાં વધુ 19 પોઝિટિવ કેસ આવ્યા સામે, જિલ્લામાં કુલ સંખ્યા 324 થઈ

આ પણ વાંચો: ગાંધીનગર: સેક્ટર-25માં રહેતાં વેપારીનું અપહરણ! ધંધાની અદાવતમાં અપહરણ થયાની આશંકા

જેથી તેમના અન્ય પરિવારજનો ચિંતાતુર બન્યા છે. આ પાંચેય સભ્યો ક્યાં ગુમ થયા તેની ભાળ મેળવવા મિત્રો તેમજ સબંધીઓએ કેવડિયા ખાતે તપાસ પણ કરી હતી. અને કેવડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. જેમાં ચંદુભાઈ પરમાર, તેમના પત્ની તૃપ્તિ પરમાર અને માતા ઉષાબેન પરમાર તેમજ બે સંતાનો નિયતિ અને અથર્વ ગૂમ હોવાનું જણાવાયું છે. જો કે પોલીસે નજીકના CCTV ફૂટેજ ચેક કરતા તેઓ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા અને મોડી સાંજે પરત જતા જોવા મળ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા અંગે ભાજપે કરી આ સ્પષ્ટતા, જુઓ VIDEO

કાર કેવડિયા નર્મદાની મૂર્તિ રોડ પરથી પરત દેખાઈ હતી. પરંતુ આગળના કેમેરામાં હજુ નથી દેખાઈ. જેથી પોલીસે વડોદરા સુધી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. હાલ નર્મદા, વડોદરા, છોટાઉદેપુર સહિતના આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. અને તેઓ ક્યાં ગયા તે જાણવા એમના મોબાઈલ લોકેશન પરથી પોલીસ તપાસ કરી રહી છે.

READ  કુરાનની વહેચણી કરવાનો ઈરાદો નથીઃ ઋચા પટેલ, મેજિસ્ટ્રેટના આદેશ બાદ હાઈકોર્ટ સુધી જશે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments