વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેેમ અને પૈસા વચ્ચે થવાની છે જંગ,પણ તમારે પ્રેમ તરફ જ ઝૂંકવુ પડશે, જાણો કેમ ?

14 તારીખે વેલેન્ટાઈન ડે ની ઉજવણી માટે શહેરવાસીઓમાં થનગનાટ જોવાઇ રહ્યો છે. બજારોમાં ગિફ્ટ આર્ટીકલ્સ અને ગુલાબ જેવા ફુલોની ખરીદી કરવા નાગરિકો ઉમટી રહ્યા છે. પણ આ વખતે  આ વસ્તુઓમાં 20% નો ભાવ વધારો નોંધાયો છે પણ વેલેન્ટાઈન ડેની ઉજવણીના ઉત્સાહમાં કોઇ કમી નથી.

વેલેન્ટાઈન ડે આવતીકાલે  છે ત્યારે  પોતીકા માટે ગિફ્ટ  ખરીદવા માટે અમદાવાદીઓની  દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છેં. આ વખતે શહેરીજનો  કસ્ટમાઇઝ (ફોટાવાળી ફ્રેમ,  શો પીસ) જેવી વસ્તુઓ તરફ વધારે વળ્યા છે. તેમજ ગુલાબ , ટેડીબેર  કાર્ડ એ સિવાય હેન્ડ મેડ વસ્તુઓ  લોકોને ખાસી આકર્ષી રહી છે.

READ  પિતાએ સૂઈ રહેલા બે બાળકોનું ગળુ દબાવ્યું અને બે પત્નીઓ સાથે આઠમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર દેશના ખેડૂતોનું દુ:ખ કરશે દૂર,આચારસંહિતા પણ તેમાં આડે ન આવશે

ગયા વર્ષ કરતા આ વખતે  ભાવમાં 20 % થોડો વધારો જોવા મળી રહ્યો છે તેમ છતા જનતાનો ઉત્સાહ કાયમ છે અને ભેટ ખરીદવા આવનારા લોકોની ભીડ પણ વધારે જોવા મળી રહી  છે. દુકાનમાં   70 રુપિયા થી   લઇ 10,000 રુપિયા સુધીની  ગિફટ છે.

READ  સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ દ્વારા વેલેન્ટાઈન-ડેના દિવસ માટે જાહેર કર્યો આ ફતવો

આ પણ વાંચો : વેલેન્ટાઈન ડેના દિવસે જો તમે એકલા હોવ અને તમારા જીવનમાં કોઇ પ્રેમી કે પ્રેમિકા નથી તો આ ચાની ટપરીની મુલાકાત જરૂરથી લો

વેલેન્ટાઇન ડે ની ગિફ્ટમાં ભાવ વધારો તો જોવા મળી રહ્યો  છે પણ આ પ્રેમના દિવસને લઇ લોકો ભાવની દરકાર કર્યા વગર જ આ દિવસને ખાસ બનાવવા માટે પુરજોશમાં ખરીદી કરી રહ્યા છે. કેટલાક ફુલોના પાકને નુકશાન થયુ છે આ સાથે લગ્નગાળાને કારણે ફુલોની માંગ વધી પરિણામે ભાવ ઉચકાયા છે. તમને જણાવી દઇએ કે, અમદાવાદમા આવતા ફુલો પુના, મુંબઇ, બેંગ્લોર, દિલ્હી, કલકત્તા, નાસિકથી ફુલો આવે છે.
[yop_poll id=1386]
FB Comments