વલસાડ ભાજપમાં ભાઈ-ભાઈ વચ્ચે જંગ, પાર્ટીએ એક ભાઈને ટિકીટ આપી તો બીજા ભાઈ થઈ ગયા નારાજ!

વલસાડ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ભાજપમાંથી કે.સી.પટેલને રીપીટ કરાતા ટિકીટ માટે દાવેદારી કરનાર તેમના ભાઈ ડી.સી.પટેલે નિષ્ક્રિય થવાનો નિર્ણય કર્યો છે.

ડી.સી.પટેલે વલસાડ લોકસભા બેઠક પરથી દાવેદારી કરી હતી અને તેમનું નામ પણ પેનલમાં આગળ ચાલી રહ્યું હતું. તેમના મોટા પ્રમાણમાં સમર્થકો થનગની રહ્યા હતા કે ડી.સી.પટેલને ટીકીટ મળશે અને ઉત્સાહ સાથે પ્રચાર માટે તૈયારી કરી ચુક્યા હતા.પરંતુ ગઈકાલે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડે કે.સી.પટેલને ટીકીટ આપતા રાજકારણ ગરમાયું હતું.ડી.સી.પટેલ ઉપર તેમના સમર્થકોના થોકબંધ ફોન ગયા હતા અને તેમણે આક્રોશ ઠાલવ્યો હતો.

 

 

READ  લાંબા વિલંબ બાદ આખરે ગુજરાત માટે ભાજપે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ, મોટેભાગના ઉમેદવારો થયા રિપીટ, કોણે મળી ક્યાંથી ટિકિટ

ત્યારે આજે આ મામલો ચરમસીમાએ પોહાચ્યો છે. મોટાભાગના વોટ્સએપ સોશિયલ ગ્રુપમાંથી ડી.સી.પટેલ લેફ્ટ થયા છે અને એટલું નહિ તેમણે ચુંટણી પ્રચારમાં નિષ્ક્રિય રેહવાનું જાહેર કરી દીધું છે. ડી.સી.પટેલ ધરમપુરમાં પોતાનું હોસ્પિટલ ચલાવે છે અને તેમનો જનસંપર્ક ખુબ જ મજબુત છે.  કે.સી- ડી.સી મામલામાં થોડા ફ્લેશબેકમાં જઈએ તો ગત ચુંટણી સમયે પણ તેમને ટિકીટ આપવાની વાત હતી કેમકે 2009માં ડી.સી.પટેલને ટીકીટ આપવામાં આવી હતી અને માત્ર 8 હજાર મતોથી તે હાર્યા હતા.

પહેલી વાર સાંસદમાં ઉભા રહીને એમણે ખુબ જ સારી ટક્કર આપી હતી તો ગત ચુંટણી સમયે તેમને ટીકીટ નહિ મળતા તે નારાજ તો ચોક્કસ થયા હતા. પરંતુ પક્ષના મોવડી મંડળએ તેમને માનવી લીધા હતા. જાણકારોના જણાવ્યા પ્રમાણે તેમને ચોક્કસ બાંહેધરી આપીને મનાવવામાં આવ્યા હતા.પરંતુ આ વખતે તેમને આપેલા વાયદાઓ પુરા નહિ થતા તે વિફર્યા છે. હવે જો ડી.સી.પટેલને મનાવવામાં નહિ આવે તો વલસાડ બેઠક ઉપર ભાજપ માટે ચોક્કસ કપરા ચડાણ થઇ શકે છે. જોકે ડી.સી.પટેલ મક્કમ છે અને પક્ષના મોવડી હોય કે પછી સ્થાનિક સમાજના અગ્રણીઓ તે પ્રચાર નથી કરવાના એ નક્કી કરી લીધું છે.

Centre Recommends Rejection of Nirbhaya Rapist's Mercy Plea, File Sent to President Kovind | Tv9

FB Comments