વલસાડની મોગરાવાડી પોસ્ટ ઓફિસને લાગ્યા તાળા, હજારો લોકોને કામકાજ માટે 5 કિલોમીટર સુધી ધક્કા ખાવા પડી રહ્યાં છે

30 હજારની વસ્તી ધરાવતા વલસાડના મોગરાવાડી વિસ્તારની પોસ્ટ ઓફીસ અચાનક બંધ કરી દેતા હજારો લોકો અટવાયા છે. પોસ્ટના કામ માટે તેમણે 5 કિલોમીટર સુધી જવું પડી રહ્યું છે. તેમાં સૌથી વધારે વિકટ પરિસ્થિતિ પેન્શન લેનાર વૃધ્ધોને સહન કરવી પડી રહી છે.

 શહેરની હદમાં આવેલો મોગરાવાડી વિસ્તાર આવેલો છે. પહેલા તો મોગરાવાડી ગ્રામ પંચાયત હતી. પરંતુ બાદમાં મોગરાવાડીને વલસાડ નગરપાલિકામાં સમાવેશ કરાયો હતો. મોગરાવાડીમાં 30 હજારથી વધુની વસ્તી છે અને અનેક સરકારી કર્મચારીઓએ મોગરાવાડીમાં ઘર બનાવ્યા હતા. મોગરાવાડીમાં લોકોની સવલત માટે પોસ્ટ ઓફીસ હતી. જે પોસ્ટ ઓફિસને અચાનક તાળા મારી દેતા હવે લોકો પરેશાન થઇ ગયા છે અને તેમણે નાના નાના કામો માટે પણ વલસાડની મુખ્ય પોસ્ટ ઓફીસ સુધી ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
સીનીયર સીટીઝન સૌથી વધુ હેરાન થઇ રહ્યાં છે કેમ કે તેમણે પેન્શન લેવા માટે મહિનામાં ઓછામાં ઓછા એક વાર તો પોસ્ટના પગથીયા ચડવા જ પડે છે અને એ માટે તેમણે રીક્ષા ભાડું ખર્ચીને શહેરની મુખ્ય પોસ્ટ ઓફીસ સુધી લંબાવું પડી રહ્યું છે. આ પોસ્ટ ઓફીસ ગ્રામ પંચાયત સમયે બનાવવામાં આવી હતી કે જેથી ગામના લોકોને સગવડ મળી રહે. ત્યારે આજે આ પરિસ્થિતિએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. 
તો બીજી બાજુ વલસાડ પોસ્ટના સીનીયર સુપ્રીટેન્ડન્ટ કહી રહ્યાં છે કે મોગરાવાડી પોસ્ટ બંધ કરવાનો નિર્ણય વડી કચેરીથી હોવાથી અહીંના લોકોને પડતી હાલાકી માટે ઉપરી કચેરીને રજૂઆત કરવામાં આવી છે. હજારો લોકોને આસાનીથી સુવિધા માટે ઉભી કરાયેલી પોસ્ટ ઓફીસ પોસ્ટ વિભાગની વડી કચેરીએ એ કજ આદેશથી બંધ કરી દેતા પહેલાં એક વાર લોકોની વાંચા સંભાળવી જરૂરી હતી. હજારો ખાતા પણ આ પોસ્ટમાં લોકોએ ખોલાવ્યા હતા. આગામી વડી કચેરીના નિર્ણય બાદ જ આ પોસ્ટ ઓફિસને લગતી સમસ્યાનું સમાધાન મળશે તેવું અધિકારીઓ કહી રહ્યાં છે.

Depression alert in Arabian Sea, Signal No: 02 hoisted at Okha port | Tv9GujaratiNews

FB Comments