વલસાડઃ કોરોનાની માહિતી છૂપાવતા દર્દી અને 2 ડોકટર સામે આરોગ્ય વિભાગે દાખલ કરી ફરિયાદ

Valsad Doctors patient booked for hiding coronavirus details

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોનાની માહિતી છૂપાવવા બદલ દર્દી અને 2 ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે. દાદરાનગર હવેલીના આરોગ્ય વિભાગે ફરિયાદ દાખલ કરી છે. કોરોનાનો પોઝિટિવ દર્દી વિજય રાઠોડ અને છૂપી રીતે સારવાર અપનાર 2 તબીબો સામે આરોગ્ય વિભાગે ફરિયાદ કરી છે. કોરોનાના લક્ષણો દેખાયા હોવા છતાં દર્દીએ તંત્રને જાણ કર્યા વિના ખાનગી હોસ્પિટલમાં છૂપી રીતે સારવાર લીધી હતી. સેલવાસની વર્ધમાન હોસ્પિટલના ડો. હેમંત શાહ અને ડો.ક્રિષ્ના શાહે આરોગ્ય વિભાગની જાણ બહાર આ દર્દીની સારવાર કરી હતી.

READ  અમદાવાદ શહેર મહિલાઓ માટે બન્યું અસુરક્ષિત!, જુઓ VIDEO

આ પણ વાંચો: સોનિયા ગાંધીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, કોરોના સામે લડવા અંગે કર્યા સૂચનો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments