વંદે ભારત મિશનનો ચોથો તબક્કો 3 જુલાઈથી, જાણો વિશ્વના કયા 17 દેશમાં ફસાયેલા ભારતીયોને લવાશે સ્વદેશ પરત

Vande Bharat Mission phase 4: Air India to operate 170 flights

કોરોનાને કારણે વિદેશમાં ફસાઈ ગયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે શરુ કરાયેલ વંદે ભારત મિશનનો ચોથો તબક્કો આગામી 3 જુલાઈથી 15 જુલાઈ સુધી યોજાશે. વંદે ભારતના ચોથા તબક્કામાં 17 દેશમાં 170 ફ્લાઈટનું સંચાલન કરીને ફસાઈ ગયેલા ભારતીયોને સ્વદેશ પરત લવાશે.

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે વિશ્વના અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય વિમાનીસેવા બંધ કરી દીધી હતી. જેના કારણે, દેશ વિદેશમાં અનેક ભારતીયો ફસાઈ ગયા હતા. વિદેશમાં અટવાયેલા ભારતીયો અને ભારતમાં રહેતા તેમના પરિવારજન-સ્વજનોની માંગને લઈને ભારત સરકારે વંદે ભારત મિશનની શરુઆત કરી હતી. એર ઈન્ડિયા દ્વારા વંદે ભારત મિશનના ત્રણ તબક્કામાં અનેક દેશમા ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લવાયા છે. જો કે વંદે ભારત મિશનના ત્રણ તબક્કા છતા, હજુ પણ કેટલાય ભારતીયો વિદેશમાં અટવાયેલા છે. જેમને ભારતમાં પરત લાવવા માટે એર ઈન્ડિયા દ્વારા આગામી 3થી 15 જુલાઈ સુધી વંદે ભારત મિશનનો ચોથો તબક્કો શરૂ કરાશે.

READ  ચીન સામે ચાલી રહેલા તણાવ અંગે બોલાવેલી સર્વપક્ષિય બેઠક સમાપ્ત. વડાપ્રધાન મોદીનું નિવેદન, દેશનાં લોકોની હિમ્મતનો સંદેશો દુનિયા જોશે. જે ને કોઈ રોકતું કે ટોકતું નોહતું તેમને હવે આપણે અટકાવીએ છે.

વંદે ભારત મિશનના ચોથા તબક્કામાં કેનેડા. અમેરિકા, બ્રિટન, કેન્યા, શ્રીલંકા, ફિલિપાઈન્સ, સાઉદી અરબ, બાગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, મ્યાનમાર, જાપાન, યુક્રેન, વિયેટનામ, થાઈલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશોને સાંકળતી કુલ 170 ફ્લાઈટનું સંચાલન કરાશે. જો કે હાલમાં જે રૂટમા વંદે ભારત મિશન માટે કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે તે મુજબ ભારત-બ્રિટન રુટ ઉપર 38, ભારત અમેરિકા રૂટ ઉપર 32, ભારત સાઉદી આરબ રુટ ઉપર 26 ફ્લાઈટનું સંચાલન કરવાનુ નક્કી કરાયુ છે. ગત 6 મેથી વંદે ભારત મિશન શરુ કરાયું હતું. જેમાં ત્રીજો તબક્કો આગામી 4 જુલાઈએ પૂર્ણ થાય છે. વંદે ભારત મિશનના ત્રીજા તબક્કામાં કુલ 495 ફ્લાઈટના આવાગમન દ્વારા ભારતીયોને પહોચાડવામાં આવ્યા છે.

FB Comments