લો બોલો, રોકડ કે વસ્તુઓ નહીં, વાપીમાં ચોર ઉઠાવી ગયા એક સુપરમાર્કેટની આખેઆખી તિજોરી, ઘટના CCTVમાં કેદ

ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એક વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આ વખતે તસ્કરોએ વાપીના ગુંજન વિસ્તારમાં આવેલા એક જાણીતા સુપરસ્ટોરને નિશાન બનાવી આખે આખી તિજોરીની ચોરી કરી છે.

વાપીના આ સુપરસ્ટોરના સેઈફ રૂમમાં રાખવામાં આવેલ  ત્રણ લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી પોલીસને આ તસ્કરોએ જાણો ખુલ્લો પડકાર ફેંક્યો છે. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે  વાપી જીઆઇડીસી પોલીસે આ સીસીટીવીમાં કેદ થયેલ  ચોર ગેંગને  પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડ જિલ્લામાં એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે રાતના અંધકારમાં ચોર ગેંગનો આતંક વધી રહ્યો છે. આ વખતે  ચોરોએ વાપીના ગુંજન વિસ્તારમાં આવેલા  જાણીતાં ધીરજ એન્ડ સન્સ નામના સુપર સ્ટોરને નિશાન બનાવ્યો છે.  મોડી રાત્રે તસ્કરોએ  સુપરસ્ટોરના પાછળના ભાગે આવેલા દરવાજાને તોડી  સેફ રૂમ  સુધી પહોંચ્યા હતા. અને સેફ રૂમમાં રાખેલ 

આખે આખી તિજોરી લઇ  ફરાર થઈ ગયા હતા. આ તિજોરીમાં રાખવામાં આવેલ  ત્રણ લાખથી વધુની રોકડની ચોરીની જાણ સંચાલકોને સવારે થઇ હતી.

આ  ઘટનાની જાણ  મૉલના મેનેજરે  વાપી જી.આઈ.ડી.સી પોલીસને કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. શનિ-રવિની રજા હોવાથી બે દિવસનો વકરો આ તિજોરીમાં રાખવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુપર મોલમાં રાખવામાં આવેલ સીસીટીવીમાં ચોરીની આ સમગ્ર ઘટના કેદ થઇ ગઈ છે.

સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે કે પહેલા બે ચોર સેફ રૂમમાં પહોંચે છે. પહેલા નાની પેટીમાં રાખવામાં આવેલ તમામ કેસ અને રોકડની ચોરી કરે છે. જોકે ત્યારબાદ આખે આખી તિજોરી ઉપાડી જાય છે. આ સીસીટીવી માં 3 ચોર દેખાય છે અને અન્ય એક સીસીટીવીમાં કુલ 4 ચોર સ્પષ્ટ દેખાય છે તેવા દાવાઓ પોલીસ કરી રહી છે. આથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ચોર ગેંગની ઓળખ કરી તેમનું પગેરું મેળવવા અને ઉંડાણપૂર્વક તપાસ શરુ કરી છે.

પોલીસના મતે  કોઈ જાણભેદું એ જ તસ્કરોને માહિતી આપી હોય તેવું મનાઈ રહ્યું છે.

[yop_poll id=1571]

Ahmedabad: Fight between 2 youths over old rivalry in Ramol, 1 dead- Tv9

 

FB Comments

Sachin Kulkarni

Read Previous

સેના, CRPF, BSF, ITBP થી લઈ CISF વચ્ચે છે ઘણું અંતર, કોને મળે છે શહીદનો દરજ્જો અને કોને નથી મળતો ?

Read Next

ગુજરાતના ઉમરગામ થી અંબાજીનો આદિવાસી પટ્ટો સિકલ સેલના અજગરી ભરડામાં, જાણો શું છે રોગની લાક્ષણિકતા

WhatsApp chat