વરસાદની અછત વચ્ચે બનાસકાંઠામાં મુખ્ય ડેમનાં તળીયા ઝાટક,ખેડુતોનાં ચહેરા પર ખેચાઈ ચિંતાની રેખા,ડેમનાં આકાશી દ્રશ્યોમાં ડેમ દેખાયા સુખાભઠ્ઠ

http://tv9gujarati.in/varsad-ni-achhat…chinta-ni-rekhao/
http://tv9gujarati.in/varsad-ni-achhat…chinta-ni-rekhao/

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની અછત વચ્ચે આ વર્ષે ડેમના તળિયા નહીં પરંતુ ડેમ જ ખાલી ખમ થયા છે. જિલ્લાના મુખ્ય ગણાતા દાંતીવાડા અને સીપુ માં હવે તળાવ જેટલું પણ પાણી ન રહેતા ધરતી પુત્રોમાં આફતના વાદળો ઘેરાયા છે.ચોમાસુ બેસવાની બે માસ જેટલો સમય થઈ ગયો છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદ નથી. નહિવત વરસાદના કારણે જિલ્લાના મુખ્ય ડેમોમાં એક ટીંપુ પણ નવું પાણી આવ્યું નથી. જેના કારણે બંને ડેમ ખાલીખમ થયા છે.  ખાલીખમ ડેમના આકાશી દ્રશ્યો આવ્યા છે જે દ્રશ્યો જોઈ જિલ્લાના ખેડૂતોના હૃદય દ્રવી ઉઠે છે.

READ  પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને ભાજપના સસ્પેન્ડેડ સાંસદ કીર્તિ આઝાદ 15 ફેબ્રુઆરીએ જોડાઈ શકે છે કૉંગ્રેસમાં, રાજકીય શેરીઓમાં ચર્ચા

બનાસકાંઠાના હાલ બેહાલ કરી નાખનાર અને ખેડૂતોના હદૃય દ્વવી ઉઠાવનાર આ દ્રશ્યો છે બનાસકાંઠાના સૌથી મોટા ડેમના જિલ્લાની જીવાદોરી અને ધરતીપુત્રોનો સુખ-દુખના સાથી સીપુ ડેમ સાવ ખાલીખમ છે. ચોમાસાના બે માસ પૂર્ણ થવા આ પંથકમાં નહીંવત વરસાદ પડતા સીપુ અને દાંતીવાડ ડેમ તળિયા ઝાટક છે. ડેમમાં પાણી નહીં હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

READ  Video: જમીન અને પાકમાં આવતી ઉધઇની સમસ્યાનું સમાધાન

જો હજુ પણ મેઘરાજા મહેરબાન ન થાય અને સરકાર દ્વારા કેનાલ થકી બંને ડેમો ભરવામાં ન આવે તો ખેડૂતો ખેતી તો નહીં જ કરી શકે. પીવાના પાણીના પણ ફાંફા પડશે અને ભૂગર્ભ જળની સપાટી ઉંડી જશે. ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

 

FB Comments