વર્ષો જુના રામમંદિર વિવાદમાં આજથી સુપ્રીમ કોર્ટમાં શરૂ થઈ ‘અંતિમ નિર્ણય’ની કાર્યવાહી, 104 દિવસમાં આવશે નિર્ણય, જાણો કેવી રીતે કરવામાં આવશે કાર્યવાહી

અયોધ્યા જમીન વિવાદ મામલે મધ્યસ્થતા નિષ્ફળ થયા પછી આજથી સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની ખંડપીઠ કરી રહી છે. આ પીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ.નઝીર પણ સામેલ છે.

આ મામલાની સુનાવણી એક અઠવાડિયામાં 3 દિવસ સવારે 10.30થી સાંજે 4.30 વાગ્યા સુધી ચાલશે. આ મામલાની ખંડપીઠ બદલાશે નહી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. તેથી તેમની પાસે કુલ 104 દિવસ છે. તેથી આ મામલાનો નિર્ણય લગભગ 104 દિવસમાં જ કરવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  2019ની લોકસભાની ચૂંટણીનો સૌથી મહત્વનો મુદ્દા જ કોંગ્રેસ હાર્યું, હવે શું કરશે રાહુલ ગાંધી ?

સુપ્રીમ કોર્ટે આ મામલે મધ્યસ્થતા સમિતિની ભૂમિકાને ખત્મ કરીને આજથી રોજ સુનાવણી કરવાનો સમય આપ્યો હતો. આ વિવાદ પર અત્યાર સુધી 70 અરજી આવી છે અને 3 પક્ષકાર છે. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર 2010એ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠે અયોધ્યા મામલે ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બીજા લગ્ન ગેરકાયદે પણ તેનાથી પેદા થયેલું બાળક કાયદેસર: સુપ્રીમ કોર્ટ

 

 

જસ્ટિસ સુધીર અગ્રવાલ, જસ્ટિસ એસ.યુ.ખાન અને જસ્ટિસ ડી.વી.શર્માની બેન્ચે તેમના નિર્ણયમાં 2.77 એકરની વિવાદીત જમીનને 3 સરખા ભાગે વહેંચી દીધી હતી. જેમાં રામ લલા વિરાજમાનવાળો ભાગ હિન્દુ મહાસભાને આપ્યો, બીજો ભાગ નિર્મોહી અખાડાને અને ત્રીજો ભાગ હિસ્સા સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  DANCE BARના નહીં આવે ‘અચ્છે દિન’, સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી સામે આવી રહ્યું છે RED SIGNAL !

 

30 સપ્ટેમ્બર 2010એ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયની વિરૂદ્ધ ડિસેમ્બરમાં હિન્દુ મહાસભા અને સુન્ની વક્ફ બોર્ડે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. 9 મે 2011એ સુપ્રીમ કોર્ટે જૂની સ્થિતિ જાળવવા આદેશ આપ્યો.

 

New Motor Vehicles Act evokes mixed response from people of Ahmedabad | Tv9GujaratiNews

FB Comments