કોંગ્રેસના દિગ્ગજોને ધૂળ ચટાડવા ભાજપ મેદાનમાં ઉતારશે આ 3 ખેલાડીઓને

જિંદ પેટાચૂંટણીની જીતથી ઉત્સાહિત ભાજપ રોહતક લોકસભા સીટથી જીતની હેટ્રિક મેળવી ચૂકેલા પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર સિંઘ હુડ્ડાના દીકરા કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાને રોકવા સક્રિય થઈ ગઈ છે.

અને તેના માટે ભારતીય ક્રિકેટ ટીમના મુલ્તાનના સુલ્તાન નામથી વિખ્યાત વીરેન્દ્ર સેહવાગને ટિકિટ આપી શકે છે. સાથે જ પાર્ટી નેતૃત્વ દિલ્હીથી ક્રિકેટર ગૌતમ ગંભીર અને પંજાબની ગુરદાસપુર સીટથી ફિલ્મસ્ટાર અક્ષય કુમારને મેદાનમાં ઉતારવાનું મન મનાવી ચૂક્યા છે.

 

સેહવાગના નામ પર 27 ફેબ્રુઆરીને હિસારમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં થનારી મીટિંગમાં ચર્ચા થઈ શકે છે. નિગમ ચૂંટણી બાદ જિંદ પેટા ચૂંટણીમાં પાર્ટીની જીતથી પાર્ટીનું કેન્દ્રિય નેતૃત્વ પ્રદેશ સરકારથી ખુશ છે. એવામાં હરિયાણાની લોકસભા સીટ્સ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. એવામાં સૌથી વધુ નજર 2014માં મોદી લહેર છતાં પણ હાથમાંથી નીકળી ગયેલી રોહતર, હિસાર તથા સિરસા બેઠકો પર છે.

INLDના ભાગલા બાદ હિસાર અને સિરસા સીટની જગ્યાએ ભાજપનું સૌથી વધુ ફોકસ રોહતક સીટ પર છે. કારણ કે અહીંથી દીપેન્દ્ર હુડ્ડા સળંગ 3 વાર જીતી ચૂક્યા છે. જો ભાજપ દીપેન્દ્રને હરાવવામાં સફળ રહ્યાં તો તેની સીધી અસર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મનોબળ પર પડશે. તેના માટે ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 27 ફેબ્રુઆરીએ રોહતક, હિસાર તેમજ સિરસા લોકસભા સીટ પર પાર્ટીની તૈયારીઓની પણ સમીક્ષા કરવાના છે.

વીરેન્દ્ર સેહવાગને મેદાનમાં ઉતારવાની સલાહ

સેહવાગ ઝજ્જર જિલ્લાના છુડાની ગામના રહેવાસી છે. તેવામાં તેના પર બહારની વ્યક્તિ હોવાનો આરોપ નથી લાગી શકતો. રોહતક લોકસભામાં 16 લખત ચૂંટણી થઈ ચૂકી છે, જેમાં 10 વખત હુડ્ડા પરિવારે જીત હાંસલ કરી છે. એવામાં જીતની હેટ્રિક પોતના નામ કરી ચૂકેલા દીપેન્દ્ર હુડ્ડાને હરાવવા દમદાર ચહેરો જોઈએ.

A youth stabbed to death in broad daylight, Rajkot | Tv9

FB Comments

TV9 Web Desk3

Read Previous

એવું તો શું થયું કે બ્રિટનની મહારાણી એલિઝાબેથ સહિત આખા શાહી પરિવારને લંડનથી બહાર ખસેડવાની થઈ રહી છે તૈયારી ?

Read Next

5 ફેબ્રુઆરીએ મંગળનો મેષમાં પ્રવેશ : જો તમારી આ રાશિ છે તો આવતા 52 દિવસો સુધી થશે મંગળ જ મંગળ, થશે પૈસાનો વરસાદ

WhatsApp પર સમાચાર