હૈદરાબાદમાં ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની જગ્યાએ જ વધુ એક મહિલાની સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ

Veterinary doctor raped and murdered in Hyderabad, charred body found

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરના સળગેલા મૃતદેહ મળ્યાની ઘટનાના કલાકોમાં એક બીજી દર્દનાક ઘટના સામે આવી છે. શમશાબાદમાં વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો છે. આજ વિસ્તારમાં થોડી કલાકો મહિલા ડૉક્ટરનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

આ પણ વાંચોઃ નિત્યાનંદ આશ્રમ અને DPS સ્કૂલ વિવાદ કેસમાં હવે DEO વિભાગ લેશે પોલીસની મદદ

એક તરફ સળગેલી હાલતમાં મળેલા મૃતદેહ અંગે સાઈબરાબાદ પોલીસ કમિશનરે કહ્યું કે, શમશાબાદના બહારના વિસ્તારમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહને હોસ્પિટલ લઈ જવાયો છે.  જે મહિલાનો મૃતદેહ મળ્યો તેની ઉંમર આશરે 35ની હોવાનું સામે આવ્યું છે.

READ  મુકેશ અંબાણીને મોટો ઝટકો, એક ઘટનાના લીધે 16,800 કરોડ રુપિયાનું નુકસાન

हैदराबाद के शमशाबाद में कुछ ही घंटों के अंदर एक और महिला का जला शव मिला

ટૉલ પ્લાઝા પાસે મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો

35 વર્ષની મહિલાના મૃતદેહ પહેલા 27 વર્ષની પશુ ચિકિત્સક ડૉક્ટરનો મૃતદેહ મળ્યાની જાણ પોલીસને થઈ હતી. મહિલા ડૉક્ટર બુધવારે કોલ્લુર સ્થિત પશુ ચિકિત્સાલય પહોંચી હતી. આ ડૉક્ટરે પોતાનું વાહન શાદ નગરના ટૉલ પ્લાઝા પાસે જ પાર્ક કર્યું હતું. રાત્રે પરત ફરતા સમયે સ્કૂટીમાં પંક્ચર થયેલું હતું. અને પોતાની બહેનને ફોન કરીને આ અંગે જાણકારી આપી.

READ  દેશના આ એરપોર્ટ પર ચેક-ઈન માટે નહી આપવુ પડે ઓળખ પત્ર

Image result for hyderabad-one-more-women-dead-body-found-under-shamshabad-zone

મહિલા ડૉક્ટરે પોતાની બહેનને કહ્યું કે, તેને ડર લાગી રહ્યો છે. જે બાદ બહેને તેને ટૉલ પ્લાઝા જવાનું અને કેબ બુક કરાવીને ઘરે આવવાનું કહ્યું હતું. સાથે કહ્યું કે, કેટલાક લોકોએ તેને મદદ કરવા માટે કહ્યું છે. હું તને થોડી વખત પછી ફોન કરીશ. જે બાદ આ ડૉક્ટરનો ફોન સ્વીચ ઓફ હોવાનું સામે આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: PM મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તૈયાર કરાયેલા વિશ્વ વનનું કરશે લોકાર્પણ, જાણો વિશ્વ વનમાં શું છે ખાસ?

 

 

પરિવારજનોએ શાદનગર ટૉલ પ્લાઝા પાસે યુવતીની શોધ શરૂ કરી હતી. પરંતુ કોઈ ખબર સામે આવી નહીં. શાદનગરના અંડરપાસ નજીક તેની સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો. આ ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં આ મામલે રોષની લાગણી લોકોમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીથી લઈ ખેલ જગત અને ફિલ્મજગતના લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

FB Comments