કૌભાંડી વિનય શાહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા લોકોની લાઈનો પડી!

Victims throng CID Crime office to file complaint against Vinay Shah
Victims throng CID Crime office to file complaint against Vinay Shah

કરોડોના કૌભાંડી વિનય શાહની સામે ઠગાઈ કેસમાં ફરિયાદ નોંધાવવા સતત ત્રીજા દિવસે પણ લાંબી કતારો યથાવત છે. ગાંધીનગર CID ક્રાઈમની ઓફિસે ભોગ બનનારાઓની પડાપડી થઈ રહી છે.  મોટી સંખ્યામાં ભોગ બનનારાઓ ઠગ વિનય શાહ સામે નિવેદન નોંધાવવા માટે ઉમટી રહ્યા છે અને CID ક્રાઈમની ઓફિસે ભોગ બનનારાઓની લાઈન લાગેલી જોવા મળી રહી છે. મહત્વનું છે ઠગ વિનય શાહની કંપનીની પોન્ઝી સ્કીમમાં લાખો લોકોએ પોતાના રૂપિયા ગુમાવ્યા છે.

READ  ગુજરાતના નેતાઓની દિલ્લીમાં કૂચ, ગુજરાતના નેતાઓ ભાજપની જીત માટે કરશે દિલ્લીમાં પ્રચાર

આ પણ વાંચો: કૌભાંડી વિનય શાહ ક્યારે લવાશે ગુજરાત ?, CID ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો

Victims throng CID Crime office to file complaint against Vinay Shah
Victims throng CID Crime office to file complaint against Vinay Shah

ઉલ્લેખનીય છે કે કૌભાંડી વિનય શાહ નેપાળમાં છૂપાયેલો હતો અને હાલ તે નેપાળ પોલીસ કસ્ટડીમાં છે. જોકે વહેલામાં વહેલી તકે વિનયને ભારત લાવવામાં આવે તે માટે ગુજરાત CIDએ નેપાળ પોલીસ સાથે સતત સંપર્કમાં છે. જોકે કહેવાઈ રહ્યું છે કે તેની નેપાળની સજા પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર બાદ જ તેને ભારત મોકલવામાં આવી શકે છે.

READ  જાણો આવતા પાંચ દિવસમાં આપના શહેરમાં કેટલી પડશે ઠંડી ? ગરમ કપડાં ગમશે કે અકળાવશે?

[yop_poll id=66]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Headlines Of This Hour : 17-02-2020 | Tv9GujaratiNews

FB Comments