VIDEO: અગત્યની ચર્ચા થઈ રહી હતી અને અધિકારીનો ફોન વાગ્યો, જાણો પછી ગોવાના નાયબ મુખ્યમંત્રીએ શું કર્યું?

ગોવાના નાયબ મુખ્યમંત્રીનો એક વીડિયો હાલ ચર્ચામાં છે અને તે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ પણ થઈ રહ્યો છે.

ગોવાના નાયબ સીએમ વિજય સરદેસાઈનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ અધિકારીઓ સાથે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન જ બાજુમાં ઉભેલાં એક અધિકારીનો મોબાઈલ ફોન વાગ્યો હતો.  ગોવાના નાયબ સીએમ કોઈ અગત્યના મુદ્દા પર વાત કરી રહ્યાં હોય ત્યારે અધિકારીના આ ફોન વાગવાથી તે ગુસ્સે ભરાઈ ગયા હતા. બાદમાં તેમણે અધિકારીના ફોનને એક હાથ મારીને પછાડી દીધો હતો.

 

 

બાજુમાં ઉભા રહેલાં અધિકારીના ફોનને નાયબ મંત્રીના હાથની પછડાટ વાગતા જ તે જમીન પર પડી ગયો હતો અને બાદમાં  અધિકારીએ પોતાના ફોનને ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ ખૂલાસો કરતાં નાયબ સીએમએ કહ્યું કે ગંભીર મુદ્દાની વાત થઈ રહી હતી અને ત્યારે જ ફોન વાગવાથી તેમને ગુસ્સો આવતા આ ઘટના બની હતી. તેમણે આ ઘટનાને લઈને ખેદ પણ વ્ચક્ત કર્યો છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની બહાર જ ધારા-144 લગાવી દેવાઈ, જાતિય સતામણીના કેસમાં CJI ગોગોઈને ક્લિન ચીટ મળતા મહિલા એક્ટિવિસ્ટોનો વિરોધ

On cam: Woman molested in sleep by unknown in Ahmedabad | Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

EVM અને VVPAT સ્લિપની સરખામણી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 21 રાજનૈતિક પાર્ટીઓને મોટો ફટકો પડ્યો, 50 ટકાની કરી હતી માગણી

Read Next

ગુજરાતમાં દરિયાકિનારે આવી દુનિયાની સૌથી મોટી શાર્ક વ્હેલ માછલી, લોકોના ટોળા તેને જોવા ઉમટી પડ્યા, જુઓ PHOTOS

WhatsApp પર સમાચાર