બિનસચિવાલયની પરીક્ષાને લઈ કોંગ્રેસનો પુરાવા સાથે મોટો ખુલાસો, પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો VIDEO કર્યો જાહેર

video-proofs-of-irregularities-in-bin-sachivalay-clerk-exam

બિન સચિવાલયની પરીક્ષાને લઈને કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી. પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસે પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો મોટો ખુલાસો કરતાં પરીક્ષાનો વીડિયો જાહેર કર્યો છે.

 

 

જેમાં સુરેન્દ્રનગર, ભાવનગરથી પરીક્ષાના દિવસે ગેરરીતિ થઈ હોવાના પુરાવા સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના બે સેન્ટરના વીડિયો સામે આવ્યા છે. ત્યારે બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ અંગે અમિત ચાવડાએ નિવેદન આપતાં કહ્યું કે ભાજપના શાસનમાં શિક્ષણનું વેપારીકરણ અને ખાનગીકરણ થયું છે. તલાટી, ટેટ-ટાટ, લોકરક્ષક, બિન સચિવાલયની પરીક્ષામાં પેપર લીક થવા, ભ્રષ્ટાચાર અને વ્યાપક ગેરરીતિ બહાર આવી છે. ત્યારે ભાવનગર, મહેસાણા, અરવલ્લી અને બનાસકાંઠામાંથી વ્યાપક ફરિયાદો મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સસ્પેન્ડેડ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે સરકાર આ મુદ્દે કોઈ તપાસ કરવા માંગતી નથી. ભાજપના માનીતા લોકોને સરકારી નોકરીઓમાં ઘુસાડવામાં આવી રહ્યા છે. બિન સચિવાલયની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ તેની તપાસની માગ અમિત ચાવડાએ કરી છે અને આ પરીક્ષા રદ કરવામાં આવે તેવી યુવાનોની માગ છે. ત્યારે અમિત ચાવડાએ કહ્યું કે આગામી દિવસોમાં જરૂર જણાશે તો કોંગ્રેસ કાયદાકીય પગલાં પણ લેશે.

READ  અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ, જાણો છેલ્લા દિવસે કોર્ટમાં કયા મુદ્દે થઈ હતી દલીલો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments