VIDEO: અમદાવાદમાં આ શું થઈ રહ્યું છે, શું આપણે મોતની વ્યવસ્થા ખુદ જ કરી રહ્યા છીએ?

મુકેશ અંબાણી કે પછી એક સામાન્ય વ્યક્તિને જીવન ટકાવવા ઓક્સિજનની સરખ જરૂર પડે છે. અને તો આપણે એક પછી એક વૃક્ષોનું નિકંદન કરતા રહેશું તો પછી કરોડો રૂપિયા આપીને જીવન ખરીદી શકાશે નહીં.

અમદાવાદના બોપલ વિસ્તારમાં પર્યાવરણની હત્યાની એક ઘટના સામે આવી છે. એક સાથે 17 જેટલા વૃક્ષોનું નિકંદન કરી દેવાયું છે. હાલમાં દેશના વડા પ્રધાન પર્યાવરણને લઈ સચેત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. બોપલની વ્રજ વિહાર સોસાયટીમાં 8 જેટલા વૃક્ષોને જળમાંથી તો 9થી વધુ વૃક્ષોને કચ્ચરઘાણ કરી નાખ્યા છે.

READ  Hardik Patel returns to Gujarat, to address Patel community rally - Tv9 Gujarati

આ પણ વાંચોઃ VIDEO: જૂનાગઢ મહાનગરપાલિકામાં કેસરીયો, કોંગ્રેસને માત્ર એક તો NCPનો 4 બેઠક પર વિજય

સમગ્ર ઘટના જોવામાં આવે તો સોસાયટીમાં રહેતા ડૉ.દિપકભાઈ દ્વારા અનેક વૃક્ષોનું વર્ષોથી જતન કરવામાં આવી રહ્યું છે. પરંતુ  કેબલને લગાવવા વૃક્ષોને માત્ર ટ્રિમ કરવાના હતા. તેમ છતાં વૃક્ષોને પૂરી રીતે કાપી નાખવામાં આવ્યા છે. આ કારણે જ ડૉ.દિપકભાઈ નારાજ છે. તેમની માહિતી પ્રમાણે કોઈ વ્યક્તિ હવે જવાબદારી લેવા પણ તૈયાર નથી.

READ  ગુજકેટ 2020 પરીક્ષા: ઓનલાઈન ફોર્મ ભરવા માટે 15 દિવસનો સમય, જાણો વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, વન-વિભાગની ગાઈડલાઈન મુજબ જો તમારે કોઈ વૃક્ષને કાપવું છે તો વનવિભાગને જાણ કરવી પડે છે. આમ છતાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની દેખરેખમાં આ વૃક્ષોનું નિકંદન કરી દેવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વડોદરામાં ભારે વરસાદ બાદ હવે લોકોને મગરથી ખતરો, રહેણાક વિસ્તારમાં ઘૂસ્યા મગર

જોવામાં આવે તો શહેરમાં વાહનોનું પ્રમાણ દિવસે-દિવસે વધી રહ્યું છે. ત્યારે શું આ પ્રકારે વૃક્ષોને કાપવાનો કોઈને અધિકાર છે. શું વનવિભાગ શહેરમાં વૃક્ષોના નિકંદનને લઈ જાગૃત છે કે નહીં તે સવાલ જરૂર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments