ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભાના સત્ર અંગે કરી જાહેરાત, કોંગ્રેસ પર લગાવ્યા આ આક્ષેપ

Vidhansabha session to be held on January 10: HM Pradipsinh Jadeja

ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભાના સત્ર અંગે જાહેરાત કરી છે. 10 જાન્યુઆરીના રોજ વિશેષ સત્ર યોજાશે. જેમાં સૌ પ્રથમ રાજ્યપાલનું પ્રવચન થશે. સંસદમાં સુધારા ખરડો પસાર થયો છે તે માટે 50 ટકા રાજ્યોની મંજૂરી મળી શકે જેને લઈ આ સત્રનું આયોજન કરાયું છે. સાથે વિધાનસભાના વિશેષ સત્રમાં CAA અંગેના સમર્થનનો પ્રસ્તાવ લાવવામાં આવશે. તો બીજી તરફ કોંગ્રેસને સવાલ કર્યો કે, SC-ST સમૂદાયને અનામતની જોગવાઈ મળે તો, શું કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે ?

READ  નવા વર્ષે નશાખોરો ઝડપાયા! 230 લોકોની સાથે 3 ટીઆરબી જવાનો પણ ઝડપાયા, જુઓ VIDEO

આ પણ વાંચોઃ PM મોદીએ નવા વર્ષની શરૂઆતમાં પોતાના Twitter Followersને આપી એક અનોખી ભેટ

સાથે સરકારની કામગીરી વિશે પણ વાત કરી હતી. જેમાં ગુજરાત સરકારે છેલ્લાં 2 વર્ષમાં 2.10 લાખ લોકોને નોકરી આપી છે. આગામી સમયમાં 34 હજાર કરતાં વધુ નોકરી અપાશે. સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈને પરીક્ષા રદ કરી છે. તો કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, રાજસ્થાનમાં આવી ઘટના બની છે ત્યારે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ.

READ  આજે કોંગ્રેસની 'ભારત બચાવો' રેલી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત તમામ નેતાઓ થશે શામેલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગૃહપ્રધાને કોંગ્રેસ પર આક્ષેપ

CAAના વિરોધમાં અમદાવાદ અને વડોદરામાં થયેલા હિંસક વિરોધ મુદ્દે રાજ્યના ગૃહપ્રધાને કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે. પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે કોંગ્રેસે લોકોને ઉશ્કેરીને તોફાનો કરાવવા માટે ષડયંત્ર કર્યા તે બદલ સરકારની કડક કાર્યવાહી કરવાની કામગીરી ચાલુ છે. વધુમાં કહ્યું કે આવા તોફાની તત્વો સામે સરકાર અને પોલીસ કાયદાકીય પગલા લઈ રહી છે. અને કોર્ટે હજુ પણ આવા લોકોને જામીન નથી આપ્યા.

READ  પરિશ્રમની 'પુન: પરીક્ષા': વર્ગ-3ની ભરતી માટે 10.45 લાખ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments