વિજય માલ્યાને 63 વર્ષની ઉંમરે બાકી જિંદગી જેલમાં વિતાવવાને લઈને ડર લાગી રહ્યો છે, ટ્વિટર પર સરકાર પાસે છોડી મૂકવાની કરી અપીલ

ભાગેડૂ લિકર કિંગ વિજય માલ્યાએ હવે લંડનમાં બેસીને સરકારની સામે ટ્વિટ કરીને પોતાની નારાજગી દાખવી છે. વિજય માલ્યાએ જેટ એરવેઝની ડૂબી જવાની ઘટનાને લઈને પોતાની સહાનુભૂતિ દાખવી છે.

ભાગેડુ વિજય માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું કે જો કે અમે પ્રતિસ્પર્ધી હતા પણ મારી સહાનુભૂતિ નીતા અને ગીતા ગોયલની સાથે છે. જેમણે જેટ એરવેઝને બનાવ્યું કે તેના લીધે ભારત તેની પર ગર્વ મહેસૂસ કરી શકે છે. જેટ એરવેઝએ સારી કનેક્ટીવીટી સાથે સારી સુવિધા આપતી આવી છે.

વિજય માલ્યાએ ટ્વિટ કરીને એ પણ લખ્યું કે જેટ અને કિંગરફિશર પોતે મોટા પ્રતિસ્પર્ધી હતા પણ આવી મોટી એરલાઈન્સના ડૂબી જવાનું દુ:ખ છે. વિજય માલ્યાએ ટ્વિટમાં એવું પણ લખ્યું કે જો સરકાર એર ઈન્ડિયાને 35 હજાર કરોડનું દેવું ભરીને બચાવી શકે છે આથી સરકારી કંપની હોવાને લઈને ફર્ક પડે છે. વિજય માલ્યાએ તેમની પર જે પૈસા લઈને ભાગી જવાનો આરોપ લાગ્યો છે તે પૈસા પરત કરી આપવાની વાત પણ ફરીથી કરી છે.

READ  લંડન કોર્ટના જજે પૂછ્યુ: શું નિરવ મોદીને વિજય માલ્યાની સાથે 1 જ બેરેકમાં રાખશો? ભારતે શું આપ્યો જવાબ વાંચો આ ખબર

 

 

વિજય માલ્યાએ ટ્વિટમાં એમ પણ લખ્યું કે હું ભારતમાં રહું કે લંડનની જેલમાં હું બેંકોના બધા જ પૈસા પરત આપવા માટે તૈયાર છું. મારી આ તૈયારી હોવા છતાં બેંક પૈસા કેમ નથી લઈ રહ્યાં? આમ હવે વિજય માલ્યાએ બેંકો પર આરોપ લગાવીને કહે છે બેંકો પૈસા લઈ નથી રહી મારે તો ભારતની જેલમાં રહીને કે લંડનની જેલમાં રહીને તે આપવા જ છે. આડકતરી રીતે માલ્યા હવે સરકાર પાસે પોતાને છોડી મૂકવાની અપીલ કરી રહ્યો છે.

READ  વિજય માલ્યાને ભારત લાવવા માટે કેટલાય ધમપછાડા કરવામાં આવે, પણ હાલની મોદી સરકાર વિજય માલ્યાને ભારત લાવવાનું કામ નહીં કરી શકે, કારણ જાણીને ચોંકી જશો !

 

Oops, something went wrong.
FB Comments