વિજય માલ્યાની શાણ ઠેકાણે આવી ! “પ્લીઝ મારા પૈસા લઈ લો પણ ગુનેગાર ન બનાવો”

Vijay Mallya_TV9

Vijay Mallya_TV9

લાંબા સમયથી ચર્ચામાં અને દેશમાં કરોડોનું દેવું કરી ભાગેડું વિજય માલ્યાએ ગુરૂવારે સતત બીજા દિવસે ટ્વિટ કરીને પોતાના માટે રાહત માગી છે. કહ્યું કે તે બેન્કોની લોન ચુકવવા તૈયાર છે. કૃપા કરીને પૈસા લઈ લો. હું એ વાતને સમાપ્ત કરવા માંગ છું કે મેં બેન્કના પૈસા ચોરયા છે.

શું કર્યું ટ્વિટ? 

વિજય માલ્યાએ લોકોને આજીજી કરતાં કહ્યું કે, તે વાત તેને સમજાતી નથી કે તેના સેટલમેન્ટના પ્રસ્તાવને પ્રત્યાર્પણ સાથે શાં માટે જોડવામાં આવી રહ્યો છે? લંડનના વેસ્ટમિંસ્ટર કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણનો મામલો ચાલી રહ્યો છે. કોર્ટ 10 ડિસેમ્બરે આ અંગે ચુકાદો આપે તેવી શકયતા છે.

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના સોદામાં વચેટિયા કિશ્ચિયન મિશેલે પ્રત્યાર્પણ પછી બુધવારથી વિજય માલ્યા દ્વારા એક પછી એક ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. જેથી માલ્યાની ઓફરને મિશેલના પ્રત્યર્પણ સાથે જોડવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે માલ્યાએ ભારતીય બેન્કોને રૂ. 9,000 કરોડ ચૂકવવાના બાકી છે અને દેશ છોડી ભાગી ગયા છે.

આ પણ વાંચો : કેમ આ ગુજરાતની સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ કરે છે પડાપડી ? સ્કુલની બહાર લાગી લાંબી લાઈન !

આ અગાઉ બુધવારે માલ્યાએ ટ્વિટ કરીને ભારતીય બેન્કો અને સરકારને અપીલ કરતા કહ્યું કે તે બેન્કોની 100 ટકા લોન ચુકવવા તૈયાર છે પરંતુ વ્યાજ ચુકવી ન શકીશ. એટલું જ નહીં તેણે તેમ પણ કહ્યું કે, મીડિયા અને નેતાઓએ મને ગુનેગાર બનાવી દીધો છે. હાલમાં તેના પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે. માલ્યા માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Devbhumi Dwarka: Respite from heat as rural areas of Kalyanpur receive rainfall| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

પુત્રના જન્મદિવસની આ શિક્ષકે એવી ઉજવણી કરી કે સૌ કોઈ બોલી ઉઠ્યા ‘વાહ ઉસ્તાદ વાહ’!

Read Next

LRD પેપર લીક કૌભાંડમાં ગુનેગારોને સજા મળે તે જ ‘ન્યાય યાત્રા’નો મુખ્ય હેતુ : અલ્પેશ ઠાકોર

WhatsApp પર સમાચાર