ભાગેડુું વિજય માલ્યા થાકી ગયો ભાગતાં-ભાગતાં, પહેલા અકડ બતાવનાર માલ્યા હવે કરી રહ્યો છે PM મોદીને આ અપીલ

ભારતના પ્રથમ જાહેર થયેલા ભાગેડુ આર્થિક ગુનેગાર અને લિકર કિંગ વિજય માલ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા છે.

 

વિજય માલ્યાએ પહેલો સવાલ એ કર્યો છે કે પીએમ મોદી બૅંકોને આ નિર્દેશ કેમ નથી આપતા કે તે મારો રૂપિયા પરત કરવાનો પ્રસ્તાવ સ્વીકાર કરે કે જેથી જનતાની તે રકમની રિકવરી થઈ શકે કે જે કિંગપિશરને લોન તરીકે આપવામાં આવી હતી ?

વિજય માલ્યાએ પોતાની વાતો TWITTERના માધ્યમથી કહી છે. તેણે એક પછી એક 4 TWEET કર્યા છે અને દોહરાવ્યું કે તે બૅંકોની બાકી નિકળતી રકમ ચુકવવા તૈયાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુધવારના લોકસભામાં અપાયેલા ભાષણના પ્રત્યાઘાત તરીકે વિજય માલ્યાએ ટ્વીટ કરતા કહ્યું, ‘બુધવારે સંસદમાં અપાયેલું વડાપ્રધાનનું ભાષણ મેં સાંભળ્યું. તેઓ ચોક્કસ એક અત્યંત વાક્પટુ વક્તા છે. ભાષણમાં તેમણે 9,000 કરોડ રૂપિયા લઈને ભાગનાર એક અજ્ઞાત શખ્સનો ઉલ્લેખ કર્યો. મીડિયામાં કહેવાયેલી-સંભળાયેલી વાતોથી હું અંદાજો લગાવી શકુ છું કે તેમનો ઇશારો મારી તરફ હતો.’

વિજય માલ્યાએ બીજા ટ્વીટમાં કહ્યું, ‘હું આદરપૂર્વક પૂછુ છું કે જ્યારે હું પૈસા આપવાની ઑફર પહેલા જ કરી ચુક્યો છું, તો પછી વડાપ્રધાન પોતાની બૅંકોને મારાથી પૈસા લેવાનો નિર્દેશ કેમ નથી આપી રહ્યાં કે જેથી તેઓ કિંગફિશિર ઍરલાઇંસને અપાયેલા દેવાની સંપૂર્ણ વસૂલાતનો કમ સે કમ દાવો તો કરી શકે.’

વધુ એક ટ્વીટમાં વિજય માલ્યાએ કહ્યું, ‘બાકી લેણાની ચુકવણીની ઑફર હું કર્ણાટક હાઈકોર્ટમાં કરી ચુક્યો છું. તેને હળવાશમાં લઈ ફગાવી ન શકાય. આ સંપૂર્ણપણે વાસ્તવિક, ગંભીર, પ્રામાણિક અને તાત્કાલિક સ્વીકાર કરનારી ઑફર છે. ખબર નહીં કેમ બૅંકો કિંગફિશર ઍરલાઇંસને અપાયેલા પૈસા લઈ નથી રહી.’

વિજય માલ્યાએ કહ્યું, ‘મને મીડિયામાં આવેલા EDના તે દાવા વિશે વાત કરતા અત્યંત પીડા થઈ રહી છે કે જેમાં કહેવાયું છે કે મેં પોતાની સંપત્તિ છુપાવી. જો પોતાની સંપત્તિ મેં છુપાવી હોત, તો લગભગ 14,000 કરોડ રૂપિયાની સંપત્તિને મેં કોર્ટમાં કઈ રીતે ખુલ્લી રીતે મૂકી ? લોકોમાં શરમજનક રીતે ભ્રમ ફેલાવવામાં આવ્યો, પણ આ આશ્ચર્યજનક નથી.’

READ  પાકિસ્તાનમાં કેમ છે મોદી સરકારને લઈને ફફડાટ ? પાકિસ્તાની પ્રધાનને કેમ સતાવે છે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇકનો ભય ?

નોંધનીય છે કે ભાગેડું આર્થિક અપરાધ અધિનિયમ હેઠળ વિજય માલ્યાને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરાયો છે. તે 2 માર્ચ, 2016ના રોજ દેશ છોડીને ભાગી ગયો હતો. લંડનની એક કોર્ટે ગત 10 ડિસમ્બર, 2018ના રોજ તેના ભારત પ્રત્યર્પણનો આદેશ આપ્યો. બ્રિટન સરકારે પણ ગત સોમવારે જણાવ્યું કે માલ્યાના પ્રત્યર્પણને બ્રિટનના ગૃહ મંત્રાલયની મંજૂરી મળી ચુકી છે.

READ  ફ્લિપકાર્ટના કર્મચારીઓ પાસેથી 10 લાખની ચીલઝડપ! બાઈક પર આવેલા બે શખ્સો લૂંટ કરી થયા ફરાર

[yop_poll id=1409]

Union HM Amit Shah will reach Ahmedabad by 11 pm today,may review security arrangements

FB Comments