શા માટે વિજય માલ્યાએ દેશની સૌથી મોટી એર કંપની બચાવવા માટે બેંકોને કરી અપીલ, ‘મારી સંપત્તિ લઈ લો પણ આ કંપનીને બચાવી લો’

ભલે દેશના કરોડોનું દેવું કરી ફરાર થઈ ગયા હોય પણ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભારતીય બેંકોને અપીલ કરી છે કે, બેંકો તેના પૈસા લઈને પણ નાણાંની કટોકટીનો સામનો કરી રહેલા જેટ એરવેઝને બચાવી લેવું જોઇએ. માલ્યાએ એક પછી એક ટ્વિટ કરીને જેટ એરવેઝને બચાવવાની અપીલ કરી છે.

પોતાના ટ્વિટમાં વિજય માલ્યએ કહ્યું કે, આ જાણીને આનંદ થયો કે પીએસયૂ બેંકોએ જેટ એરવેઝને નોકરી, કનેક્ટિવિટી અને બિઝનેસને બચાવવા માટે જામીન આપ્યા છે. કાશ આવું કિંગફિશર માટે પણ કરવામાં આવ્યું હોત. હાલ જેટ એરવેઝ પર 28 બેંકોનું કરજ છે. આ બેંકોમાં અમુક ખાનગી અને વિદેશી બેંકો પણ સામેલ છે. જેમાં દેશની જાહેર ક્ષેત્રની બેંકોના પણ પૈસા જોડાયેલા છે.

જેટ એરલાઇન્સ પર આશરે આઠ હજાર કરોડનું કરજ છે. જેટના પાયલટ્સ પહેલા જ અલ્ટિમેટમ આપી ચુક્યા છે કે જો 31મી માર્ચ સુધી તેમની બાકી રકમ નહીં ચુકવવામાં આવે તો એકપણ ફ્લાઇટ ઉડશે નહીં. આ સાથે જ માલ્યાએ ભાજપ પર હુમલો કરતાં લખ્યું કે, ભાજપના પ્રવક્તાએ પીએમ મનમોહન સિંઘને મારા પત્રો વાંચીને સંભળાવ્યા અને આરોપ લગાવ્યો કે યૂપીએ સરકારના કહેવાથી પીએસયૂ બેંકોએ કિંગફિશર એરલાઇન્સને ખોટી રીતે સમર્થન કર્યું.

આ પણ વાંચો : Braking NEWS : કોંગ્રેસે લીધો NYAY યોજના પર યુ-ટર્ન, માત્ર ઘરની મહિલાઓના ખાતામાં જમા થશે રૂ. 72 હજાર

માલ્યાએ વધુમાં લખ્યું કે, મીડિયાએ મને વર્તમાન વડાપ્રધાન વિશે લખવા માટે ઉશ્કેર્યો હતો. હું પરેશાન છું કે એનડીએ સરકાર હેઠળ હવે કેવા પરિવર્તન આવી ગયા છે. મેં કિંગફિશર એરલાઇન્સને અને તેના કર્મચારીઓને બચાવવા માટે રૂ. 4000 કરોડથી વધારે રોકાણ કર્યું હતું, જેને ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં. આજ પીએસયૂ બેંકો ભારતની શ્રેષ્ટ કર્મચારીઓ અને કનેક્ટિવિટી વાળી ઉત્તમ એરલાઇનને નિષ્ફળ કરી દે છે. એનડીએ સરકારના બેવડા માપદંડ છે.

જેટ એરવેઝની મુશ્કેલીઓને જોતાં કેન્દ્ર સરકારની પણ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકોની રોજગારીમાં સવાલ ઊભા થઇ રહ્યા છે. જેને જોતાં કેન્દ્ર સરકાર અને હવે ઉદ્યોગપતિએ સવાલ કરી રહ્યા છે.

Gujarat likely to receive heavy rainfall on 28, 29 and 30th of July: MeT Dept| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

Braking NEWS : કોંગ્રેસે લીધો NYAY યોજના પર યુ-ટર્ન, માત્ર ઘરની મહિલાઓના ખાતામાં જમા થશે રૂ. 72 હજાર

Read Next

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહ પર JNUના પૂર્વ વિદ્યાથી કનૈયા કુમારનો કટાક્ષ, કેમ બેગૂસરાયથી દૂર ભાગી રહ્યા છે ગિરીરાજ સિંહ

WhatsApp પર સમાચાર