આ ભારતીયએ સૌથી પહેલા શોધ્યું ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર, NASAએ આપી ક્રેડિટ

vikram lander chandrayaan 2 shanmuga subramanian located debris nasa isro credit aa indian e sauthi pehla shodhyu chandrayaan 2 nu vikram lander NASA e aapi credit

નાસાએ ભારતના ચંદ્રયાન-2 મિશનના વિક્રમ લેન્ડરના કાટમાળને ચંદ્ર પર શોધ્યો તો એક ભારતીયના નામની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. તે નામ છે શનમુગા સુબ્રમણ્યમ,જેમને નાસા દ્વારા જાહેર કરેલા ફોટો પર અભ્યાસ કરીને નાસાને જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડર ક્યાં પડ્યુ?

Image result for shanmuga subramanian

33 વર્ષીય શનમુગા સુબ્રમણ્યમ મિકેનિકલ એન્જિનિયર છે. જે ચેન્નાઈની એક IT ફર્મમાં આર્કિટેક્ટનું કામ કરી રહ્યા છે અને એક એપ્લિકેશન ડેવલપર પણ છે. શનમુગા, મદુરાઈના રહેવાસી છે પણ 12 વર્ષ પહેલા તે ચેન્નાઈ રહેવા આવી ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

READ  VIDEO: વિદ્યાર્થીએ પૂછ્યું કે મારે રાષ્ટ્રપતિ બનવું છે તો PM મોદીએ આપ્યો કંઈક આવો જવાબ

પોતાના કોલેજના દિવસોમાં તે એક વખત તિરૂવંનતપુરમમાં ઈસરોના રોકેટ લોન્ચ સેન્ટર ગયા હતા. જ્યાં તેમને રોકેટનું લોન્ચિંગ જોયું હતુ. ત્યારથી તેમના મનમાં સ્પેસને લઈ રોમાંચ રહ્યો છે. તેમને હંમેશા રોકેટ અને સ્પેસ ટેક્નોલોજીમાં રુચિ છે. ચંદ્ર પર પડેલા વિક્રમ લેન્ડરને શોધવા માટે શનમુગા રોજ 4 કલાક સર્ચિંગ કરતા હતા. તેમને ખુબ જ ખુશી મળી જ્યારે તેમને નાસા દ્વારા જાહેર કરેલા ફોટોમાં ચંદ્રની સપાટી પર સફેદ ડોટ જોયું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર વિશે ટ્વીટ કરી જાણકારી આપી કે તેના લૂનર રિકનેસેન્સ ઓર્બિટરે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના કાટમાળને શોધી લીધો છે. નાસાના દાવા મુજબ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ તે તુટી પડવાની જગ્યાથી 750 મીટર દુર જઈને મળ્યો છે. નાસાએ સોમવારે રાત્રે 1.30 વાગ્યાની આસપાસ વિક્રમ લેન્ડરના ઈમ્પેક્ટ સાઈટની તસવીર જાહેર કરી અને જણાવ્યું કે તેમના ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા છે.

READ  3 દિવસમાં જાણી શકાશે ક્યાં ગયુ લેન્ડર વિક્રમ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પહેલા નાસાએ વિક્રમ લેન્ડર વિશે સૂચના આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, કારણ કે તેનું LRO તે સ્થાળ પરથી પસાર થવાનું હતું. જે સ્થાન પર ભારતીય લેન્ડર વિક્રમના પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. નાસાએ આ પહેલા કહ્યું હતું કે તેનું LRO 17 સપ્ટેમ્બરે વિક્રમની લેન્ડિંગ સાઈટથી પસાર થયું હતું અને તે વિસ્તારની હાઈ રિઝોલ્યુશન તસવીરો લીધી હતી.

READ  જે રવિ પુજારીની ધરપકડનો શ્રેય લેવા ઝગડી રહ્યા છે કુમારસ્વામી અને ભાજપ, તેને પકડી પાડનાર HEROને જાણો છો ?

આ પણ વાંચો: VIDEO: ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરને શોધી લેવામાં આવ્યું, NASAએ તસવીર જાહેર કરી

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં નાસાના અંતરિક્ષ યાન દ્વારા ઉતારેલા ચિત્રોમાં વિક્રમ લેન્ડરના ઉતરવાની જગ્યા જોવા મળી નહતી. ત્યારબાદ કહેવામાં આવ્યું કે નાસા પણ વિક્રમ લેન્ડરને શોધી શક્યુ નથી પણ સોમવારે રાત્રે નાસાએ જાણકારી આપી કે તેમને વિક્રમ લેન્ડર મળી ગયું છે.

 

Oops, something went wrong.
FB Comments