ગુજરાતના એક ગામના લોકોએ બચાવી વરરાજાની અનોખી રીતથી ‘ઈજ્જત’

લગ્નના દિવસ ખુશીઓ લાવે છે પણ છોટા ઉદયપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રહેતા નરેશ તડવી માટે લગ્નના દિવસે મોટી વિકટ સ્થિતી બની ગઈ હતી.

તેમને ઘરે લગ્ન હોવાથી લગભગ 1 હજાર મહેમાન ઘરે આવવાના હતા. ઘરમાં પાણી ખત્મ થઈ ગયું હતું. મંગળવાર સવારથી જ વીજળી આવી નહતી, તેથી બોરવેલમાંથી પાણી પણ કાઢી શકાય તેમ ન હતું. મજબૂરીથી તડવી પરીવારના સભ્યોએ ગામના દરેક ઘરે જઈને પાણીના દાન માટે વિનંતી કરી જેથી મહેમાનો માટે જમવાનું બનાવી શકાય.

 

READ  VIDEO: ગુજરાત મેરી ટાઈમ બોર્ડે 900 મજૂરને છૂટા કરતા થયો વિવાદ

નરેશ તડવીએ કહ્યું કે ગામમાં રોજ વીજળી જાય છે પણ વીજળી સાંજે જ જાય છે પણ મંગળવારે તો સવારે જ વીજળી જતી રહી હતી, તેથી બોરવેલ પણ ચાલુ કરી શકયા નહીં. ગામમાં એક જ હેન્ડપંપ હતો. જે કામ કરતો હતો પણ મહેમાનોના પીવા માટે અને જમવાનું બનાવવા માટે જેટલું પાણી જોઈએ તેટલું પાણી કાઢવા માટે ઘણાં કલાકો નીકળી જાય તેમ હતુ.

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર

તેમને વધુમાં જણાવ્યું કે તેથી અમે ઘરે-ઘરે જઈને લોકો પાસેથી પાણી માંગ્યુ. આખા ગામમાંથી લગભગ 35થી 40 મહિલાઓએ તડવી પરિવારને 2-2 ઘડા પાણી આપ્યું. નરેશએ કહ્યું કે 2 ડ્રમ ભરવા માટે જરૂરી પાણી મળી ગયું હતું. તે સિવાય વધારે પાણી માટે પણ ઘણી મહિલાઓ હેન્ડપંપથી પાણી લેવા માટે લાઈનમાં ઉભી રહી હતી. સવારે તો મોટી મુશ્કેલી ઉભી થઈ હતી કારણ કે દુરના શહેરો અને ગામમાંથી બપોરના ભોજન માટે મહેમાન આવવા લાગ્યા હતા.

READ  Gadhda : Injured woman cooks up kidnap story to hide love affair

આ પણ વાંચો: લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે

આ આદિવાસી વિસ્તારમાં બધા જ લોકો પાણીની તંગી સહન કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઘણી વાર મહેમાન માટે પાણીની વ્યવસ્થા કરવા માટે કન્યાઓ પણ હેન્ડપંપથી પાણી કાઢવા માટે લાઈનમાં ઉભી રહે છે.

 

Oops, something went wrong.
FB Comments