વિનાયક શ્રીધર CBSE ધો.10ની પરીક્ષાના માત્ર 3 પેપર આપી શક્યો હતો અને થયું મૃત્યુ, પરિણામ આવ્યા બાદ સમગ્ર પરિવાર ચોંકી ગયો

દિલ્હીનો એક વિદ્યાર્થી બીમારીના કારણે મૃત્યુ તો પામ્યો પરંતુ પછી જે થયું તેને જોઈ સૌ કોઈ ચોંકી ગયું છે. આ વિદ્યાર્થી સ્ટીફન હોકિંગ્સને પોતાના આદર્શ માનતો હતો અને તેની જેમ અભ્યાસમાં હોશિયાર પણ હતો.

 દિલ્હીનો આ વિદ્યાર્થી CBSE બોર્ડનો વિદ્યાર્થી હતો. આ વિદ્યાર્થીનું નામ શ્રીધર હતું. જે હવે આ દુનિયામાં તેના પરિવાર વચ્ચે નથી. પોતાના જીવનના છેલ્લા દિવસોમાં તેણે ધો.10 CBSEના ત્રણ વિષયની પરીક્ષા પણ આપી હતી. 3 પેપર બાદ એક બીમારીના કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે. જેના કારણે તે અન્ય પેપરમાં હયાત નહોતો.

READ  સંસદના શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે'

કહાનીની શરૂઆત હવે થાય છે. પરીક્ષાની પૂર્ણાહૂતિ બાદ જ્યારે આ વર્ષના બોર્ડનું પરિણામ આવ્યું તો તેના પરિવારમાં વધુ માતમ છવાયો હતો. આ પાછળનું કારણ છે શ્રીધરના આવેલા માર્કસ, CBSEબોર્ડની ધો.10ના ત્રણ વિષયોમાં શ્રીધરને 100 ટકા માર્કસ મળ્યા છે. વિજ્ઞાનમાં 96 અને સંસ્કૃતમાં 97 માર્કસ મળ્યા છે. આ જાણીને પરિવાર એ વાતના ગમમા છે કે તે જીવીત હોત તો સારા માર્કસ સાથે ઉતિર્ણ થયો હોત. અને તેનું અંતરિક્ષ યાત્રી બનવાનું સપનું પણ પુરુ થયું હોત.

 

READ  ભારતના આ શહેરમાં પ્રદૂષણ એટલું વધી ગયું કે સ્કૂલોમાં રજા કરવી પડી જાહેર!

શ્રીધર જ્યારે માત્ર બે વર્ષનો હતો તે સમયે ડચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના રોગનો શીકાર બન્યો હતો. આ એક આનુવંશીક રોગ છે. જેમાં શરીરની માંસપેશીઓનો વિકાસ રુંધાઈ જાય છે. પોતાને આટલી ગંભીર બિમારી હોવા છતાં તે કહેતો હતો કે સ્ટીફન સર વ્હીલચેર પર યુનિવર્સિટી જઈને કોસ્મોલોજીમાં નામ કરી શકે છે તો હું અંતરીક્ષમાં કેમ ન જઈ શકું. હું પણ એક દિવસ વ્હીલચેર પર બેસીને અંતરિક્ષમાં પહોંચી.

READ  દિલ્હીના રામલીલા મેદાનમાં PM મોદીનું CAA મુદ્દે નિવેદન, મારું પૂતળું સળગાવો દેશની સંપત્તિ નહીં

આ પણ જરુર વાંચો: ગુજરાતના આ મતદાન મથક પર ફરીથી યોજવામાં આવશે ચૂંટણી, બોગસ વોટિંગને લઈને ચૂંટણી પંચનો નિર્ણય

 

Oops, something went wrong.
FB Comments